નવી રેડમી નોટ14 Pro+ સિરીઝ ભારતમાં લોન્ચ થઈ!
Xiaomi એ ભારતમાં નવી રેડમી નોટ 14 સિરીઝ લોન્ચ કરી છે, જેમાં Redmi Note 14 Pro+, રેડમી નોટ 14 Pro અને રેડમી નોટ 14 જેવા ત્રણ મોડલ્સ શામેલ છે. આ સ્માર્ટફોન્સ 6.67 ઇંચ OLED ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ છે. રેડમી નોટ 14 Pro+ સ્નેપડ્રેગન 7s Gen 3 પ્રોસેસર પર કામ કરે છે, જ્યારે રેડમી નોટ 14 Pro MediaTek Dimensity 7300 Ultra અને રેડમી નોટ 14 Dimensity 7025 Ultra ચિપસેટ ધરાવે છે. Pro+ મોડલમાં 6,200mAh બેટરી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. Pro મોડલ્સમાં IP68 રેટિંગ છે, જ્યારે રેડમી નોટ 14 પાસે IP64 રેટિંગ છે. બેસિક મોડલની શરૂઆત 17,999 રૂપિયાથી થાય છે, જ્યારે Pro+ મોડલ 29,999 રૂપિયાથી ઉપલબ્ધ છે