એમેઝોન ગ્રેટ સમર સેલ દરમિયાન SanDiskનો 1 TB SSD 14,999 રૂપિયામાં ખરીદી શકાશે
Photo Credit: Unsplash/Samsung Memory
એમેઝોન ગ્રેટ સમર સેલ દરમિયાન Samsung , SanDisk , EVM અને બીજા ઘણા બધા SSD ડિસ્કાઉન્ટ ઓફરમાં
મેમરી ચિપ્સની અછતને કારણે સોલિડ - સ્ટેટ ડ્રાયવ્સ ( SSDs ) ના ભાવમાં વધારો જોવામાં મળ્યો છે . 256GB અને 512GB મોડલ્સ પણ હવે ગયા વર્ષની સરખામણી એ બે થી ત્રણ ગણા મોંઘા થયા છે . જોકે , જો તમે વધુ ખર્ચ કર્યા વગર સ્ટોરેજ અપગ્રેડ કરવા માંગતા હોય , તો એમેઝોન ગ્રેટ સમર સેલ તમારા માટે સારો મોકો લઈને આવ્યો છે . 8 મેથી શરૂ થયેલી આ સેલ દરમિયાન , સિએટલ સ્થિત ઈ - કોમર્સ કંપની જુદા જુદા પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપી રહી છે . તેમાં SanDisk , Samsung , EVM , Western Digital અને Crucial જેવા બ્રાન્ડ્સના SSDs પણ ઓછા ભાવે ઉપલબ્ધ છે .
એમેઝોન ગ્રેટ સમર સેલ હેઠળ સ્માર્ટફોન, ટેબ્લેટ , લેપટોપ , સ્માર્ટવોચ , ઈયરફોન , સ્પીકર્સ , સ્માર્ટ ટીવી , હોમ એપ્લાયન્સિસ અને SSDs સહિત અનેક કેટેગરીમાં સીધી છૂટ આપવામાં આવી રહી છે . આ ઉપરાંત HDFC બેંક કાર્ડ દ્રારા ખરીદી કરનાર ગ્રાહકોને 9,500 રૂપિયા સુધીનું 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે . Prime મેમ્બર્સ માટે ખાસ કૂપન્સ , વધુ કેશબેક અને એક્સકલૂઝિવ ઓફર્સ પણ ઉપલબ્ધ છે .
તમારી જરૂરિયાત અને બજેટ અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં મદદરૂપ થવા માટે અમે જુદા જુદા બ્રાન્ડ્સના બેસ્ટ 1TB SSD સારી ડીલ્સની લિસ્ટ તૈયાર કરી છે .
એમેઝોન ગ્રેટ સમર સેલ દરમિયાન Samsung , SanDisk , Western Digital અને Crucial જેવા બ્રાન્ડ્સના 1 TB SSDs પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે .
| Model | List Price | Effective Sale Price | Buying Link |
|---|---|---|---|
| SanDisk (1TB) | Rs. 20,800 | Rs. 14,999 | Buy Here |
| Samsung T7 Shield (1TB) | Rs. 28,449 | Rs. 21,499 | Buy Here |
| SanDisk Extreme (1TB) | Rs. 21,700 | Rs. 19,999 | Buy Here |
| EVM Elite EnSave Pro (1TB) | Rs. 22,999 | Rs. 13,999 | Buy Here |
| Western Digital (1TB) | Rs. 21,000 | Rs. 16,999 | Buy Here |
| Crucial P310 (1TB) | Rs. 40,000 | Rs. 15,299 | Buy Here |
જાહેરાત
જાહેરાત
YouTube’s Likeness Detection Tool Is Now Available to All Adult Creators
Vi Postpaid Users in India Can Choose New International Roaming Plans From Rs 649
Red Magic 11S Pro, Red Magic 11S Pro+ Launched With Snapdragon 8 Elite Gen 5 Leading Edition SoC: Price, Specifications