Instagram પર એન્ક્રિપ્ટેડ ચેટ્સ બંદ થવાની જાહેરાત : 8 મે પહેલા મેસેજ ડાઉનલોડ કરવાની સલાહ

Instagram એ બતાવ્યું છે કે હાલમાં વપરાશકર્તાઓની ચેટ એન્ડ -ટુ -એન્ડ એનક્રિપ્શન દ્રારા સુરક્ષિત છે જયારે પણ ફેરફાર આવશે તો તેના વિશે એપ્લિકેશન દ્રારા જાણ કરાશે

Instagram પર એન્ક્રિપ્ટેડ ચેટ્સ બંદ થવાની જાહેરાત : 8 મે પહેલા મેસેજ ડાઉનલોડ કરવાની સલાહ

Photo Credit: Meta

Meta એ સૌથી પહેલી વખત 2022 માં ફેસબુકથી E2EEનો ઉપયોગ શરૂ કર્યો હતો .

હાઇલાઇટ્સ
  • End-to-End Encryption (E2EE ) સપોર્ટ બંદ કરશે
  • એન્ક્રિપ્ટેડ ચેટ્સ છે તેમને એપમાં નોટિફિકેશન દ્રારા આ બદલાવ વિશે જાણ કરવા
  • 8 મે 2026 પછી Instagram પર હાલની એન્ક્રિપ્ટેડ ચેટ્સ ઉપલબ્ધ રહેશે નહીં
જાહેરાત

Instagram એ જણાવ્યું છે કે તે 8 મે 2026થી Direct Messages (DMs ) માટે  End-to-End Encryption (E2EE ) સપોર્ટ બંદ કરશે . આ સુવિધા 2022માં શરૂ કરવામાં  આવી હતી અને તેનો ઉદ્દેશ્ય ચેટ્સને વધુ ગોપનીય રાખવાનો હતો . E2EE ચાલુ હોય તો મેસેજ માત્ર મોકલનાર અને પ્રાપ્ત કરનાર જ વાંચી શકે છે . કંપની મુજબ , 8 મે 2026 પછી Instagram પર હાલની એન્ક્રિપ્ટેડ ચેટ્સ ઉપલબ્ધ રહેશે નહીં એટલે કે જુના મેસેજિસને ઍક્સેસ કરી શકશે નહીં . તેથી Instagram  તેના વપરાશકર્તાઓને સલાહ આપે છે કે તેઓ જરૂરી મેસેજ અથવા મીડિયા ને 8 મે પહેલા ડાઉનલોડ કરી લો .

Instagramએ પણ જણાવ્યું છે કે જેમના પાસે હાલમાં એન્ક્રિપ્ટેડ ચેટ્સ છે તેમને એપમાં નોટિફિકેશન દ્રારા આ બદલાવ વિશે જાણ કરવામાં આવશે . જો કોઈ  વપરાશકર્તા Instagramનું જૂનું વર્ઝન ઉપયોગ કરી રહ્યો હોય તો તેને એપને અપડેટ કરવી પડશે .

 End-to-End Encryption કેવી રીતે કામ કરતું હતું 
E2EE જયારે ચાલુ હોય તો દરેક ડિવાઇસ પોતાની અલગ Encryption   કી બનાવે છે . જયારે  કોઈ મેસેજ મોકલવામાં આવે છે ,ત્યારે તે પહેલા એન્ક્રિપ્ટ થાય છે  અને પછી મોકલવામાં આવે છે . ફક્ત જેના  પાસે આ કી હોય તે  ડિવાઇસ જ તેને વાંચી શકે છે એટલે કે Meta અથવા અન્ય કોઈ આ મેસેજ વાંચી શકતા નથી .

વપરાશકર્તાઓ માટે  શું જાણવું જરૂરી છે 
આ સુવિધા બંદ થયા પછી Instagram પર મેસેજિંગ સામાન્ય સિસ્ટમ પર પાછું આવશે એટલે કે મેસેજીસ હવે Instagram ના નિયમો અનુસાર સેવ અથવા પ્રોસેસ થઇ શકે છે .

જે વપરાશકર્તાઓ ખાનગી વાતચીત માટે E2EEનો ઉપયોગ કરતા હતા , તેમના માટે આ બદલાવ મેસેજની ગોપનીયતાને ઘટાડશે . તેથી Instagram સલાહ આપે છે કે જો વપરાશકર્તાઓ તેમની એન્ક્રિપ્ટેડ ચેટ્સ રાખવા માંગતા હોય તો તે 8 મે પહેલા જરૂરી મેસેજ અને મીડિયાને ડાઉનલોડ  કરી લે .

અત્યારે Meta એ કોઈ પુષ્ટિ કરી નથી કે ભવિષ્યમાં Instagram પર ફરીથી કોઈ નવી એન્ક્રિપ્શન જેવી સુવિધા આવશે કે નહીં .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  2. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  3. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  5. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  6. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  7. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  8. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  9. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  10. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »