EPFO 3.0 હેઠળ ઉપાડ પ્રક્રિયા બની વધુ સરળ અને ઝડપી 

એમ્પ્લોયરની મંજૂરી વિના PF ઓનલાઇન કેવી રીતે ઉપાડવું , તેની પ્રક્રિયા અહીં આપેલ છે 

EPFO 3.0 હેઠળ ઉપાડ પ્રક્રિયા બની વધુ સરળ અને ઝડપી 

Photo Credit: EPFO

EPFO 3.0 એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનનો ડિજિટલ પગલું છે 

હાઇલાઇટ્સ
  • નવા EPFO 3.0 ફ્રેમવર્ક હેઠળ ડિજિટલ ક્લેમ સિસ્ટમ શરૂ
  • પહેલાના PF ક્લેમ માટે એમ્પ્લોયરની મંજૂરી ફરજિયાત હતી
  • આધાર - લિંક્ડ OTP સિસ્ટમથી સીધી વેરિફિકેશન શક્ય
જાહેરાત

પ્રોવિડન્ડ ફંડ ( PF ) માંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા હવે પહેલા કરતાં ઘણી સરળ બની ગઈ છે . કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ( EPFO ) એ નવા EPFO 3.0  ફ્રેમવર્ક હેઠળ ડિજિટલ ક્લેમ સિસ્ટમ  શરૂ કરી છે , જેના કારણે હવે ઘણા યુઝર્સ એમ્પ્લોયરની મંજૂરી વગર જ ઓનલાઇન PF ક્લેમ કરી શકે છે . જો UAN , આધાર , PAN અને બેંક વિગતો યોગ્ય રીતે લિંક અને વેરિફાઇડ હોય તો OTP આધારિત વેરિફિકેશન દ્રારા સીધો  ક્લેમ સબમિટ કરી શકાય છે .

એમ્પ્લોયરની મંજૂરી વગર કોણ  ક્લેમ કરી શકે ?

EPFO હવે એવા યુઝર્સને ઓનલાઇન PF ઉપાડવાની મંજૂરી આપે છે , જેમની KYC વિગતો પૂરી રીતે વેરિફાઈડ છે . પહેલાના મોટાભાગના PF ક્લેમ માટે   એમ્પ્લોયરની મંજૂરી ફરજિયાત હતી , જેના કારણે પ્રક્રિયામાં લાંબી કે વિલંબ બનતી . હવે આધાર - લિંક્ડ OTP સિસ્ટમથી સીધી વેરિફિકેશન શક્ય  બની છે .

ઓનલાઇન PF ક્લેમ માટે જરૂરી બાબતો :

તમારું ઓનલાઇન PF ક્લેમ માટે આ નીચે પેકી  બાબતો જરૂરી છે ,

  • તમારું UAN સક્રિય હોવો જરૂરી છે 
  • આધાર , PAN અને બેંક ખાતું UAN સાથે લિંક અને વેરિફાઈડ હોવું જોઈએ 
  • આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર સક્રિય હોવો જોઈએ 
  • KYC અધૂરી હોય તો નોકરીદાતાની મંજૂરી હજુ પણ જરૂરી બની શકે 
  • નોકરી છોડ્યા બાદ સંપૂર્ણ PF ઉપાડ માટે Exit Date EPFO પોર્ટલ પર અપડેટ હોવી જરૂરી 

EPFO ક્યા પ્રકારના ઓનલાઈન ક્લેમ સ્વીકારે છે ?

  • Form 19 દ્રારા સંપૂર્ણ PF ઉપાડ 
  • Form 10C દ્રારા પેન્શન  ઉપાડ 
  • Form 31 દ્રારા આંશિક PF ઉપાડ 

આંશિક PF ઉપાડ તબીબી સારવાર , ઉચ્ચ શિક્ષણ , લગ્ન , ઘર ખરીદી , હોમ લોન ચુકવણી અથવા ઘર રિનોવેશન જેવા હેતુઓ માટે કરી શકાય છે .


ઓનલાઇન PF ક્લેમ કરવાની સ્ટેપ - બાય - સ્ટેપ પ્રક્રિયા :

  • EPFO Member Portal પર જઈ UAN સક્રિય કરો 
  • KYC વિભાગમાં આધાર , PAN અને બેંક વિગતો અપડેટ અને વેરિફાઈડ છે કે નહીં તે તપાસો 
  • EPFO Member e - Sewa Portal પર UAN અને પાસવર્ડથી લોગિન કરો 
  • Manage વિભાગમાં જઈ KYC વિગતો મંજુર છે કે નહીં તે ચકાસો 
  • Online Services > Claim વિકલ્પ પસંદ કરો 
  • સંપૂર્ણ PF , પેન્શન અથવા આંશિક PF ઉપાડમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો 
  • આધાર - લિંક્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો 
  • ક્લેમ સબમિટ થયા બાદ Track Claim Status દ્રારા સ્થિતિ તપાસી શકાય છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  2. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  3. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  5. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  6. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  7. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  8. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  9. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  10. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »