WhatsAppમાં એન્ક્રિપ્ટેડ બેકઅપ અને પાસકીથી પ્રાઇવસી વધુ મજબૂત

WhatsApp નું   એન્ડ-ટુ -એન્ડ એન્ક્રિપ્શન યુઝર્સને વધુ ગોપનીયતા અને સુરક્ષા આપે છે

WhatsAppમાં એન્ક્રિપ્ટેડ બેકઅપ અને પાસકીથી પ્રાઇવસી વધુ મજબૂત

Photo Credit: Pexels/ Anton

WhatsApp ના બેકઅપ માટે એન્ડ-ટુ -એન્ડ એન્ક્રિપ્શનને કેવી રીતે સક્રિય કરવું તે જાણો .

હાઇલાઇટ્સ
  • એન્ક્રિપ્શનને કારણે કંપની પોતે પણ સંદેશાઓને વાંચી શકતા નથી
  • જો કોઈ ત્રીજા માણસ પાસે આ મેસેજ જશે તો પણ તેને માત્ર કોડ જ જોઈ શકે
  • એન્ડ-ટુ -એન્ડ એન્ક્રિપ્શન સાથે બેકઅપ લેવાથી તમારી ખાનગી માહિતી સુરક્ષિત
જાહેરાત

WhatsApp એ વર્ષો પહેલા એન્ડ-ટુ -એન્ડ એન્ક્રિપ્શન રજૂ કરીને યુઝર્સની પ્રાઇવસીમાં મોટો સુધારો કર્યો હતો . 2016 માં લોન્ચ થયેલી આ સુવિધાનો હેતુ યુઝર્સની પ્રાઇવેટ વાતચીતને સુરક્ષિત રાખવાનો હતો . Meta ના જણાવ્યા અનુસાર આ એન્ક્રિપ્શનને કારણે કંપની પોતે પણ સંદેશાઓને વાંચી શકતા નથી . જેમાં પાસકી દ્રારા વધારાની સુરક્ષા મળે છે , જો તમે ફોન બદલો અથવા ગુમાવી દો તો તમારી જૂની ચેટ્સ સરળતાથી નવા ડિવાઇસમાં રીસ્ટોર કરી શકાય છે . Meta મુજબ , આ ફીચર યુઝર્સની પ્રાઇવેટ વાતચીત સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખે છે . WhatsApp નું   એન્ડ-ટુ -એન્ડ એન્ક્રિપ્શન યુઝર્સને વધુ ગોપનીયતા અને સુરક્ષા આપે છે 

 

એન્ડ-ટુ -એન્ડ એન્ક્રિપ્શન :
આને સરળ ભાષામાં કહીએ તો જયારે તમે WhatsApp પર મેસેજ મોકલો છો , ત્યારે તે કોડમાં બદલાઈ જાય છે અને ફક્ત જેને મોકલીએ છીએ તેના જ ડિવાઇસ  પર જ વાંચી શકાય છે . આ પ્રક્રિયામાં એક ખાસ એન્ક્રિપ્શન કી ઉપયોગમાં લેવાય છે , જે મોકલનાર અને પ્રાપ્તકર્તા બંને પાસે હોય છે . તેથી જો કોઈ ત્રીજા  માણસ પાસે આ મેસેજ જશે તો પણ તેને માત્ર કોડ જ જોઈ શકે છે .

પાસકી શું છે અને તે કેવી રીતે મદદ કરે છે ?
પાસકી એક વધારાનું સુરક્ષા સ્તર છે , જે યુઝર્સની ઓળખ કરે છે . તમે તમારા ફોનનો પાસવર્ડ , ફિંગરપ્રિન્ટ અથવા ફેસ અનલોક દ્રારા ઓથેન્ટિકેશન કરી શકો  છો .  આથી ખાતરી થાય છે કે ફક્ત તમે જ તમારા બેકઅપ અને મેસેજીસને ઍક્સેસ કરી શકો .

એન્ક્રિપ્ટેડ બેકઅપ :
 એન્ડ-ટુ -એન્ડ એન્ક્રિપ્શન સાથે બેકઅપ લેવાથી તમારી ખાનગી માહિતી સુરક્ષિત રહે છે . કોઈ પણ હેકર અથવા કે કોઈ અન્ય વ્યક્તિ તમારા મેસેજ વાંચી શક્તિ નથી . આ ઉપરાંત જો તમે ફોન બદલો અથવા ગુમાવી દો તો તમારી જૂની ચેટ્સ સરળતાથી નવા ડિવાઇસમાં રીસ્ટોર કરી શકાય છે .

Android પર બેકઅપ કેવી રીતે લેવું ?
આ સુવિધા Android યુઝર્સ માટે Android 9 અથવા તેની ઉપરના વર્ઝનમાં ઉપલબ્ધ છે . બેકઅપને સક્રિય કરવા માટે ,

  • WhatsApp ખોલો ,
  • પછી Setting 
  • Chats 
  • Chat Backupમાં જાઓ ,ત્યારબાદ 
  • End-to-End Encrypted  Backups વિકલ્પ ચાલુ કરીને પાસકી સેટ કરો .

iPhone પર બેકઅપ કેવી રીતે લેવું ?
આ સુવિધાને iPhone યુઝર્સ માટે iOS 16 અથવા તેથી ઉપરનો વર્ઝન જરૂરી છે . આના માટે WhatsApp ખોલો ,

  • Setting 
  • Chats 
  • Chat Backup વિકલ્પમાં જઈને 
  • End-to-End Encrypted  Backups વિકલ્પ પસંદ કરો અને પાસકી બનાવીને બેકઅપ શરૂ કરો .

આ રીતે WhatsApp નું  એન્ડ-ટુ -એન્ડ એન્ક્રિપ્શન અને પાસકી ફીચર મળીને યુઝર્સને વધુ સુરક્ષિત અને વિશ્વનીય મેસેજિંગનો અનુભવ આપે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  2. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  3. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  5. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  6. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  7. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  8. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  9. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  10. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »