તમારો Android ફોન ખોવાઈ જાય તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે , કારણ કે તેમાં તમારા ફોટા , મેસેજ અને વ્યક્તિગત માહિતી હોય છે . સારા સમાચાર એ છે કે Find Hub ( પહેલા " Find My Device " તરીકે ઓળખાતું ) તમને તમારા ફોનને દૂરથી શોધવા , લોક કરવા અથવા સંપૂર્ણપણે ડેટા કાઢી નાખવાની સુવિધા આપે છે . તમે તેને કોઈપણ બ્રાઉઝર કે બીજા Android ડિવાઈસથી ઉપયોગ કરી શકો છો , આના માટે બસ તમારા ફોનમાં પહેલાથી સેટિંગ્સ ચાલુ હોવી જોઈએ .
Find Hub થી ફોન કેવી રીતે શોધવો
- android.com /find ખોલો અથવા Find Hub એપ ખોલો
- તમારા Google account થી login કરો
- device list માંથી તમારો ફોન પસંદ કરો
- નકશા પર current અથવા last location દેખાશે
- "Play Sound " થી ફોન Full volume પર વાગશે ( silent પર હોવા છતાં )
- "Find Nearby " થી Bluetooth /UWB દ્રારા નજીકમાં વધુ ચોક્કસ શોધી શકાય
ખોવાયેલો ફોન રિમોટલી લોક કેવી રીતે કરવો
- Find Hub માં device પસંદ કરો
- "Secure Device " અથવા "Lock "વિકલ્પ પસંદ કરો
- નવો PIN , password અથવા pattern સેટ કરો
- lock screen પર message અથવા contact number ઉમેરો
- ફોન લોક થયા પછી Google account માંથી sign આઉટ થઈ જશે .
Find Hub થી ફોનનું ડેટા કેવી રીતે erase કરવું
- Find Hub માં login કરો
- ખોવાયેલ device પસંદ કરો "Erase Device " પર ક્લિક કરો
- confirm કરતા જ phone factory reset થશે
- તમામ data permanently delete થઈ જશે
- erase પછી device ફરી Find Hub માં દેખાશે નહીં
જરૂરી સેટિંગ્સ અને ધ્યાનમાં રાખવાની બાબતો
- ફોન ચાલુ હોવો જોઈએ
- Wi - Fi અથવા mobile data સાથે connected હોવો જોઈએ
- Google account login હોવું જરૂરી
- location services અને Find Hub પહેલાથી enable હોવું જોઈએ
- device Google Play પર visible હોવું જોઈએ
જો ફોન offline હોય તો
last known location જોઈ શકાય છે કેટલીકવાર નજીકના Android devicesથી અંદાજિત location મળી શકે છે . પહેલાથી features enable હોય તો ટ્રેકિંગ વધુ સારી રીતે થાય છે .