WhatsApp યુઝરનેમથી મળશે નવી પ્રાઈવસી , નંબર રહેશે હાઇડ 

એકાઉન્ટમાં યુઝરનેમને  બદલી શકો છો એ પણ ચેટ્સ અને એકાઉન્ટને અસર કર્યા વગર 

WhatsApp યુઝરનેમથી મળશે નવી પ્રાઈવસી , નંબર રહેશે હાઇડ 

Photo Credit: WhatsApp

સાઈન - ઈન અને એકાઉન્ટ રિકવરી માટે તમારો ફોન નંબર WhatsApp એકાઉન્ટ સાથે જોડાયેલો રહેશે .

હાઇલાઇટ્સ
  • WhatsApp હવે યુઝરનેમ ફીચર લાવી રહ્યું
  • તમારો મોબાઈલ નંબર શેર કર્યા વગર પણ લોકો સાથે ચેટ કરી શકશો
  • WhatsApp એકાઉન્ટ માટે માત્ર એક જ યુઝરનેમ હશે
જાહેરાત

WhatsApp હવે આખરે યુઝરનેમ ફીચર લાવી રહ્યું છે , એટલે કે ટૂંક સમયમાં તમે તમારો મોબાઈલ નંબર શેર કર્યા વગર પણ લોકો સાથે ચેટ કરી શકશો .  Telegram અને  Instagram જેવી રીતે , હવે તમે એક અનોખું યુઝરનેમ બનાવી શકશો અને લોકો સાથે શેર કરી શકશો . કોઈ વ્યક્તિ તમને  તમારા  યુઝરનેમ  દ્રારા મેસેજ કરશે તો તેને તમારો નંબર નહીં પરંતુ તમારું હેન્ડલ દેખાશે . જોકે , આ ફીચર વૈકલ્પિક રહેશે , એટલે કે તમે ઈચ્છો તો અત્યારની જેમ નંબર દ્રારા પણ  WhatsAppનો ઉપયોગ ચાલુ રાખી શકશો .

દરેક WhatsApp  એકાઉન્ટ માટે માત્ર એક જ યુઝરનેમ હશે , જેને તમે પછીથી બદલી પણ શકશો અને તેનાથી તમારા ચેટ્સ અથવા એકાઉન્ટ પર કોઈ અસર નહીં પડે . તમારો  ફોન નંબર હજુ પણ સાઈન - ઈન અને એકાઉન્ટ રિકવરી માટે જોડાયેલો રહેશે , પરંતુ યુઝરનેમ દ્રારા સંપર્ક કરનારા લોકોને તે દેખાશે  નહીં  .

WhatsApp પર યુઝરનેમ કેવી રીતે સેટ કરવું ?

  • સૌપ્રથમ તમારા Android ફોન અથવા iPhoneમાં WhatsApp ખોલો 
  • ત્યારબાદ સેટિંગ મેનુમાં જાઓ . Androidમાં ઉપર જમણી બાજુના ત્રણ ડોટ્સ પર ટેપ  કરીને સેટિંગ પસંદ કરો , 
  • iPhoneમાં નીચે દેખાતા સેટિંગ ટેબ પર ટેપ કરો .
  • હવે પેજની ટોચ પર દેખાતા તમારા પ્રોફાઈલ નામ પર ટેપ કરીને એકાઉન્ટ વિગતો ખોલો .
  • ત્યારબાદ profile સેટિંગ્સમાં દેખાતા Username વિકલ્પને પસંદ કરો 
  • અને તમે રાખવા માંગતા હો તે યુઝરનેમ દાખલ કરો .
  • માન્ય યુઝરનેમ દાખલ કર્યા બાદ WhatsApp આપમેળે તપાસશે કે તે ઉપલબ્ધ છે કે નહીં . જો યુઝરનેમ ઉપલબ્ધ હશે , તો Save અથવા Done પર ટેપ કરીને  તમે તેને કન્ફ્રર્મ કરી શકશો .

WhatsApp મુજબ યુઝરનેમ 3 થી 35 અક્ષરો વચ્ચેનું હોવું જોઈએ અને તેમાં ઓછામાં ઓછું એક અક્ષર હોવું જરૂરી છે . તેમાં ફક્ત અક્ષરો , નંબરો , પૂર્ણવિરામ  (.) અને અંડરસ્કોર (_) નો જ ઉપયોગ કરી શકાય છે . યુઝરનેમ " www " થી શરૂ ન થઈ શકે , પૂર્ણવિરામથી શરૂ અથવા સમાપ્ત ન થઈ શકે , સતત બે  પૂર્ણવિરામ ન હોઈ શકે .com , .org અથવા .in જેવા ડોમેન એક્સટેન્શન સાથે પણ સમાપ્ત ન થવું જોઈએ .

એકવાર સેટ થઈ જાય પછી , તમે તમારો મોબાઈલ નંબર આપવાને બદલે તમારું WhatsApp યુઝરનેમ અન્ય લોકો સાથે શેર કરી શકશો . ખાસ કરીને એવા લોકો માટે આ ફીચર ખુબ ઉપયોગી બનશે જે ખરીદદારો , વેચાણકર્તાઓ , સમુદાયના સભ્યો અથવા નવા નંબર સાથે વારંવાર વાત કરે છે અને પોતાનો વ્યક્તિગત નંબર શેર કરવા માંગતા નથી .

WhatsApp એ હાલમાં આ ફીચર કેટલાક Android અને iPhone યુઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરૂ કર્યું  છે . ફીચર ઉપલબ્ધ થયા બાદ , યુઝર્સ નક્કી કરી શકશે કે  લોકો તેમને ફોન નંબરથી શોધી શકે , યુઝરનેમથી શોધી કે પછી બંને રીતે  શોધી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  2. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  3. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  5. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  6. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  7. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  8. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  9. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  10. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »