WhatsApp ની નવી સુવિધાથી ડેટા ગુમાવ્યા વગર સરળ ક્રોસ પ્લેટફોર્મ ટ્રાન્સફર

તમારો ડિવાઇસ સ્વિચ કરો છો તો , તમારા જરૂરી ચેટ્સ અને બીજું બધું એક ક્લિક પર મળી રહેશે .

WhatsApp ની નવી સુવિધાથી ડેટા ગુમાવ્યા વગર સરળ ક્રોસ પ્લેટફોર્મ ટ્રાન્સફર

Photo Credit: Pexels/ Anton

આ સુવિધા દુનિયાભરમાં WhatsApp યુઝર્સ માટે રોલઆઉટ થઈ રહ્યું છે .

હાઇલાઇટ્સ
  • WhatsApp જેવા મહત્વપૂર્ણ એપનો ડેટા સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરવો
  • ટ્રાન્સફર સીધું બે ડિવાઈસ વચ્ચે થાય
  • પ્રાઇવસી વધારે સુરક્ષિત રહે
જાહેરાત

iOS અને Android વચ્ચે ફોન બદલવું સામાન્ય રીતે મુશ્કેલ બને છે , ખાસ કરીને જયારે WhatsApp જેવા મહત્વપૂર્ણ એપનો ડેટા સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરવો  હોય . અગાઉ , ચેટ્સ અને મીડિયા ટ્રાન્સફર કરતી વખતે ડેટા ગુમાવવાનો ભય રહેતો હતો . હવે , WhatsApp એ નવી ક્રોસ પ્લેટફોર્મ ચેટ ટ્રાન્સફર  સુવિધા  રજૂ કરી છે , જે આ પ્રક્રિયાને વધુ સરળ અને વિશ્વસનીય બનાવે છે . ટ્રાન્સફર સીધું બે ડિવાઈસ વચ્ચે થાય છે . કાં તો કેબલ અથવા લોકલ Wi-Fi દ્રારા . એટલે કે તમારો દેતા કોઈ ક્લાઉડ સર્વર પર નથી જતા , જેનાથી પ્રાઇવસી વધારે  સુરક્ષિત રહે છે . WhatsApp પણ આ ડેટાને ઍક્સેસ કરી શકતું નથી .

શું ખાસ છે નવી સુવિધામાં?
નવી સુવિધા દ્રારા યુઝર્સ iPhone થી Android પર સરળતાથી પોતાની ચેટ હિસ્ટ્રી , ફોટોઝ , વિડિયોઝ , વૉઇસ નોટ્સ , ડોક્યુમેન્ટ્સ તેમજ ચેનલ્સ અને ગ્રુપને  પણ  ટ્રાન્સફર કરી શકે છે . કંપનીના જણાવ્યા મુજબ , આમાંની મહત્વપૂર્ણ માહિતી અને વાતચીત એમની એમ જ રહે છે .

ટ્રાન્સફર દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો :
ટ્રાન્સફરનો સમય તમારા ડેટાના કદ પર આધાર રાખે છે . મોટી ચેટ હિસ્ટ્રી માટે વધુ સમય લાગી શકે છે . મહત્વપૂર્ણ વાત એ છે કે નવા Android ફોન પર WhatsApp  સેટઅપ કરતા પહેલા જ ટ્રાન્સફર કરવું જરૂરી છે . જો પહેલેથી સેટઅપ કરતા પહેલા જ ટ્રાન્સફર કરવું જરૂરી છે . જો પહેલેથી સેટઅપ થઈ ગયું હોય  તો એપને અનઇન્સ્ટોલ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરવું પડશે .

શું થશે નહીં :

  • જૂની અને નવી ચેટ્સને મર્જ કરી શકાશે નહીં 
  • અલગ ફોન નંબર પર સીધું ટ્રાન્સફર શક્ય નથી .
  • WhatsApp Business ચેટ્સ , સ્ટેટ્સ અને પેમેન્ટ મેસેજ સપોર્ટેડ નથી 

iPhone થી Android પર WhatsApp ચેટ્સ ટ્રાન્સફર કરવાની રીત :

  • iPhone માં WhatsApp ખોલો 
  • Chats 
  • "Transfer Chat History "
  • " Transfer to Android " પસંદ કરો 
  • તૈયારી પૂર્ણ થયા પછી "Continue " પર ટેપ કરો જરૂરી હોય તો કેમેરા ઍક્સેસ આપો અને iPhone અનલોક રાખો 
  • Android ફોનમાં WhatsApp ખોલો અને એ જ નંબરથી લોગિન કરો .
  • સ્ક્રીન પર દેખાતા QR કોડને iPhone થી સ્કેન કરો . બંને ડિવાઇસને કનેક્ટ કરવા માટે "જોઈન" પર ટેપ કરો 
  • ટ્રાન્સફર પૂર્ણ થયા પછી Android પર "Next " પર ટેપ કરો 
  •  હવે તમે નવા એન્ડ્રોઇડ ફોનમાં તમારો WhatsApp ડેટા સરળતાથી ઉપયોગ કરી શકો છો .

ટ્રાન્સફર પૂર્ણ થયા પછી જૂના iPhones માં ડેટા રહી શકે છે , જેને તમે મેન્યુઅલી ડિલીટ કરી શકો છો કાંતો WhatsApp અનઇન્સ્ટોલ કરી શકો છો .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »