Snapchat જેવી સુવિધા સાથે આવ્યું Instagram Instants , જાણો કેવી રીતે કામ કરે છે

Instagram Instants એ એપ્લિકેશન પર થોડા જ સમયમાં જોયા પછી આપમેળે ગાયબ થઈ જાય છે

Snapchat  જેવી સુવિધા સાથે આવ્યું Instagram Instants , જાણો કેવી રીતે કામ કરે છે

Photo Credit: Gadgets 360

Instagram Instants વિશે તમારે જે જાણવાની જરૂર છે તે બધું જ અહીં મળી જશે .

હાઇલાઇટ્સ
  • યુઝર્સ માટે ફોટા શેર કરવાની એક નવી રીત Instagram Instants
  • ભૂલથી ફોટો શેર થઈ જાય તો Undo વિકલ્પ દ્રારા તેને તરત જ ડિલીટ કરી શકાય
  • ભારે એડિટિંગ કે ફિલ્ટર્સની સુવિધા આપવામાં આવી નથી
જાહેરાત

Instagram એ તાજેતરમાં જ તેના યુઝર્સ માટે ફોટા શેર કરવાની એક નવી રીત શરૂ કરી છે . Instagram Instants  તરીકે ઓળખાતી આ સુવિધા યુઝર્સને એવી  ઇમેજ શેર કરવાની મંજૂરી આપે છે , જે અન્ય લોકો જોઈ લેતા જ આપમેળે અદશ્ય થઈ જાય છે . આ ફીચર Snapchat જેવી રીતે કાર્ય કરે છે અને ખાસ કરીને ઝડપી તથા મિનિમલ એડિટિંગ સાથે ફોટા શેર કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે  . યુઝર્સ Instants દ્રારા પોતાના દોસ્તો સાથે ઇમેજ શેર  કરી શકે છે .  Meta એ આ ફીચર માટે અલગ સ્ટેન્ડઅલોન એપ પણ રજૂ કરી છે .

Instagram Instants શું છે ?

Instagram Instants  એ  Instagram નું નવું ફીચર છે , જે દ્રારા યુઝર્સ અદશ્ય થઈ જતી ઇમેજ શેર કરી શકે છે . ફોટા સીધા જ પસંદ કરેલા મિત્રો સાથે શેર થાય છે અને જોયા પછી આપમેળે ગાયબ થઈ જાય છે . જોકે , જો ભૂલથી કોઈ ફોટો શેર થઈ જાય તો Undo વિકલ્પ દ્રારા તેને તરત જ ડિલીટ કરી શકાય છે . આ ફીચર  Snapchatને ટક્કર આપવા માટે લાવવામાં આવ્યું છે , પરંતુ હાલમાં તેમાં વિડીયો શેર કરવાની સુવિધા આપવામાં આવી નથી .

instants app 1

Instagram Instants મુખ્ય સુવિધાઓ :

Instagram Instants  યુઝર્સને ફોટા સાથે કૅપ્શન એડ  કરવાની મંજૂરી આપે છે , પરંતુ ભારે એડિટિંગ કે ફિલ્ટર્સની સુવિધા આપવામાં આવી નથી . યુઝર્સ પસંદ કરી શકે છે કે તેઓ ઇમેજ  બધા ફોલોઅર્સ સાથે શેર કરવા માંગે છે કે તે માત્ર close Friends સાથે . શેર કરેલી ઇમેજ ઈનબોક્સમાં સ્ટેક રૂપે દેખાય છે અને તેને જોયા  પછી ગાયબ થઈ જાય છે . આ ઉપરાંત રિસીવર્સ સીધા જ Instants પર પ્રતિક્રિયા આપી શકે છે કે જવાબ મોકલી શકે છે . Meta એ આ ફીચર  સાથે ખાનગી આર્કાઈવ , Recap અને Undo જેવી સુવિધાઓ પણ રજૂ કરી છે .

Instagram Instants  કેવી રીતે પોસ્ટ કરવું ?

  • Instagram Instants  પોસ્ટ કરવા માટે સૌપ્રથમ Instagram એપ ખોલો .
  • ત્યારબાદ Messages વિભાગમાં જાઓ .
  • પછી Plus આઈકન પર ટેપ કરો .
  • પછી કેમેરા ફીડ ખુલશે ,
  • જ્યાંથી નવી ઇમેજ ક્લિક કરીને Instants તરીકે શેર કરી શકાય છે . 
  • જો ફોટો ડિલીટ કરવો હોય તો  Instants વિભાગમાં જઈ તેને દૂર કરી શકાય છે .

 Instagram Instants નો ઉપયોગ કરીને રીકેપ કેવી રીતે બનાવવો ?

યુઝર્સ પોતાના શેર કરેલા બધા Instants નો Recap પણ બનાવી શકે છે . તેના માટે Messages વિભાગમાં જઈ Instants પેજ ખોલવું પડશે . ત્યારબાદ  પસંદ  કરેલા ફોટા સિલેક્ટ કરીને " Create  Recap " વિકલ્પ પર ટેપ કરવાથી Recap તૈયાર થઈ જશે , જેને સીધું Instagram Story તરીકે શેર કરી શકાય  છે .

એપ્લિકેશનમાં  Instagram Instants કેવી રીતે બંધ કરવા :

જો યુઝર્સ  Instagram Instants જોવાનું બંધ કરવા માંગતા હોય , તો તેઓ Settings માં જઈ Content Preference વિભાગ ખોલી શકે છે . અહીં " Hide Instants  ઈન Inbox " વિકલ્પ દ્રારા આ ફીચરને બંધ કરી શકાય છે . જરૂર પડે ત્યારે એ જ પ્રક્રિયા દ્રારા તેને ફરી ચાલુ પણ કરી શકાય છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »