રૂપિયા 84,999 માં મળશે Galaxy S25 Ultra , Prime Day Saleમાં iPhone 17 Pro પર પણ ખાસ ઓફર્સ

Amazon Prime Day Sale 2026 માં Samsung Galaxy S25 Ultra , OnePlus 13, Xiaomi 17T , OnePlus 15R અને iQOO Z11x 5G જેવા સ્માર્ટફોન પર મોટા પાયે ડિસ્કાઉન્ટ મળશે .

રૂપિયા 84,999 માં મળશે Galaxy S25 Ultra  , Prime Day Saleમાં iPhone 17 Pro પર પણ ખાસ ઓફર્સ

Photo Credit: Gadgets 360

Amazon Prime Day Sale 2026 માં કેટલાક ફ્લેગશિપ સ્માર્ટફોન્સ પર મોટી બચત કરવાની તક .

હાઇલાઇટ્સ
  • Amazon Prime Day Sale 2026 4 જુલાઈથી શરૂ થશે અને 6 જુલાઈ સુધી ચાલુ રહેશે
  • OnePlus 13 પણ આ સેલમાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ રહેશે
  • Amazon Pay ICICI Bank Credit Card ધારકોને તમામ ટ્રાન્ઝેક્શન પર 5 ટકા અનલિ
જાહેરાત

Amazon Prime Day Sale 2026 હવે શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે . દર વર્ષની જેમ આ વખતે પણ Amazon પોતાના Prime સભ્યો માટે પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર આકર્ષક ઓફર્સ લઈને આવી રહ્યું છે . કંપનીએ સેલ શરૂ થાય તે પહેલાં જ કેટલીક મહત્વપૂર્ણ ડીલ્સ જાહેર કરી છે . જેમાં Samsung , OnePlus , Xiaomi , iQOO અને Apple જેવા લોકપ્રિય બ્રાન્ડ્સના ફ્લેગશિપ સ્માર્ટફોન્સનો સમાવેશ થાય છે . જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ સેલ તમારા માટે સારો અવસર બની શકે છે .

Amazon Prime Day Sale 2026 4 જુલાઈથી શરૂ થશે અને 6 જુલાઈ સુધી ચાલુ રહેશે . આ ઓફર્સનો લાભ માત્ર Amazon Prime સભ્યો જ લઈ શકશે . કંપની SBI અને Axis Bank ના ક્રેડિટ કાર્ડ દ્રારા ફૂલ પેમેન્ટ અથવા EMI ટ્રાન્ઝેક્શન પર પસંદગીના પ્રોડક્ટ્સ માટે 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે . આ ઉપરાંત અનેક સ્માર્ટફોન્સ પર No કોસ્ટ EMI , એક્સચેન્જ ઓફર અને વધારાના બેંક લાભ પણ ઉપલબ્ધ રહેશે . Amazon Pay ICICI Bank Credit Card ધારકોને તમામ ટ્રાન્ઝેક્શન પર 5 ટકા અનલિમિટેડ કેશબેકનો પણ લાભ મળશે .

Samsung ના ફ્લેગશિપ Galaxy S25 Ultra ની મૂળ કિંમત રૂપિયા 1,29,999 છે , પરંતુ Prime Day Sale દરમિયાન તે અસરકારક રીતે રૂપિયા 84,999માં ખરીદી શકાશે . સાથે 9 મહિનાની No Cost EMI ની સુવિધા પણ મળશે .

OnePlus 13 પણ આ સેલમાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ રહેશે . રૂપિયા 72,999ની લોન્ચ કિંમત ધરાવતો આ ફોન બેંક ઓફર્સ બાદ અસરકારક રીતે રૂપિયા 49,999માં મળશે . જયારે OnePlus 15R ની કિંમત રૂપિયા 54,999 થી ઘટીને રૂપિયા 48,999 સુધી પહોંચી જશે .

Xiaomi નો પ્રીમિયમ Xiaomi 17T પણ સેલમાં સામેલ છે . તેની સામાન્ય કિંમત રૂપિયા 84,999 છે , પરંતુ બેંક ઓફર્સ બાદ તે રૂપિયા 54,999ની અસરકારક કિંમતે ખરીદી શકાશે . બીજી તરફ iQOO Z11x 5G કૂપન અને બેંક ઓફર્સ સાથે માત્ર રૂપિયા 19,999ની અસરકારક કિંમતે ઉપલબ્ધ થશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Aadhaar સેન્ટર જવાની જરૂર નહીં App થી મફતમાં ઈમેઈલ ID લિંક કરવાની સુવિધા શરૂ
  2. રૂપિયા 84,999 માં મળશે Galaxy S25 Ultra , Prime Day Saleમાં iPhone 17 Pro પર પણ ખાસ ઓફર્સ
  3. ઓનલાઈન ફ્રોડની આશંકા વચ્ચે યુઝરનેમ આધારિત ચેટિંગ ફીચર અંગે સરકાર સખત , Meta સહિત અનેક પ્લેટફોર્મ્સ પાસેથી માંગ્યો જવાબ
  4. મોબાઈલ ચલાવવાનો ખર્ચ વધશે ? Jio - Airtel ટૂંક જ સમયમાં વધારી શકે છે પ્રીપેડ પ્લાનના ભાવ
  5. Vivo નો નવો Pad 5c આવ્યો બજારમાં , 2.8K 144Hz ડિસ્પ્લે અને AI ફીચર્સથી સજ્જ ટેબ્લેટ
  6. AI બધું કરી શકતું નથી , Ford , IBM સહિત અનેક કંપનીઓ ફરી કર્મચારીઓને આપી રહી છે નોકરી
  7. Vivo એ વધાર્યા સ્માર્ટફોનના ભાવ , જાણો ક્યાં મોડલ પર કેટલી વધી કિંમત
  8. Amazon vs Flipkart mega Sale : સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ પર ક્યાં મળશે સૌથી મોટી બચત ?
  9. Flipkart GOAT Sale માં iPhone ખરીદવાની તક , બેંક ઓફર્સ સાથે મળશે મોટી બચત
  10. ગ્રાહકોને આકર્ષવા Amazon Now ની મોટી તૈયારી , નવા શહેરોમાં થશે વિસ્તરણ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »