ગ્લોવ મોડ સાથે લોન્ચ થશે OnePlus 13s

USB ટાઇપ-C કનેક્ટિવિટીને સપોર્ટ કરશે OnePlus 13s.

ગ્લોવ મોડ સાથે લોન્ચ થશે OnePlus 13s

Photo Credit: OnePlus

OnePlus 13s ભારતમાં લોન્ચ: બ્લેક વેલ્વેટ, ગ્રીન સિલ્ક અને પિંક સેટીન શેડ્સમાં ઓફર કરવામાં આવે છે

હાઇલાઇટ્સ
  • હેન્ડસેટમાં કસ્ટમાઇઝ કરી શકાય તેવી પ્લસ કી આવેલ છે
  • OnePlus 13s 80W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે
  • OnePlus 13s એન્ડ્રોઇડ 15-આધારિત OxygenOS 15 સાથે આવશે
જાહેરાત

OnePlus 13s થયો ભારતમાં લોન્ચ જેમાં મળી રહેશે અનેક ફિચર્સ જે ફ્લેગશિપ-લેવલ સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ જોવા મળશે બેટરીમાં 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ તેમજ 5,850mAh સુધી ક્ષમતા ધરાવતી બેટરી એ સાથે આ કોમ્પેક્ટ હેન્ડસેટમાં ડિસ્પ્લે જોવા જઈએ તો તે 6.32-ઇંચ, 1.5K LTPO જોવા મળશે. ઓપ્ટિક્સ માટે, OnePlus 13s 32-MP સેલ્ફી શૂટર અને 50-MP ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ સાથે આવશે.જાણો OnePlus 13s ની કિંમત અને ફિચર્સOnePlus 13s ભારતમાં 12જૂનથી વેચાણ માટે ઉપલબ્ધ થશે જે એમેઝોન, વનપ્લસ ઇન્ડિયા ઇ-સ્ટોર અને પસંદગીના ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર મળી રહેશે અને તેના પ્રીઓર્ડર લેવાની શરૂઆત થઈ ગઈ છે જેમાં SBI ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ માટે ખાસ ઓફર છે જેમાં તેઓ રૂ.5000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે અને નવ મહિના સુધી નો કોસ્ટ ઈ-એમ-આ,ઈ નો લાભ મેળવી શક્શે.

આ મોડેલમાં 6.32-ઇંચ 1.5K (1,216×2,640 પિક્સેલ્સ) LTPO ProXDR ડિસ્પ્લે મળશે સ્ક્રીનમાં એક્વા ટચ 2.0 ટેકનોલોજી મળશે એક નવો મોડ જોવા મળે જેને ગ્લોવ મોડથી ઓળખવામાં આવે છે જે ગ્લોવ જેવું જ કામ કરશે જેનાથી વપરાશકર્તાઓ ભીના હાથથી પણ ફોનને ઍક્સેસ કરી શકશે અને રિફ્રેશ રેટ 120Hz, ડિમિંગ રેટ 2,160Hz PWM અને પીક બ્રાઇટનેસ લેવલ 1,600 nits મળી રહેશે. કસ્ટમાઇઝ કરી શકાય તેવી પ્લસ કી મળી રહેશે જેને લાંબા સમય સુધી દબાવી રાખવાથી રીંગ, વાઈબ્રેટ તેમજ સાઈલેન્ટ મોડ્સ માં બદલી શકાશે એ સાથે કેમેરો ઓપન કરવા ચાલુ સ્ક્રીનમાં ટેક્સનું ભાષાંતર કરવા ફ્લેશલાઈટ ચાલુ કરવા એક સાથે ઝડપથી કામ કરવા માટે આ ઘણું મદદરૂપ બની રહે છે આ લી એક જ પ્રેસથી AI પ્લસ માઈન્ડ સ્પેસમાં લોન્ચ થઈ જાય છે.

ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ મળી રહેશે જેમાં f/1.8 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50-MP નો Sony LYT-700 પ્રાઇમરી સેન્સર મળી રહેશે. f/2.0 અપર્ચર, 2x ઓપ્ટિકલ ઝૂમ અને EIS સપોર્ટ મળશે જેમાં 50-MPનો S5KJN5 ટેલિફોટો શૂટર મળશે.

સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે f/2.0 અપર્ચર અને EIS સપોર્ટ સાથે 32-MP નો સેન્સર પણ મળી રહેશે. એ સાથે સ્નેપડ્રેગન 8 Elite SoC, 12GB LPDDR5X RAM અને 512GB સુધી UFS 4.0 ઓનબોર્ડ સ્ટોરેજ મળશે જે એન્ડ્રોઇડ 15-આધારિત OxygenOS 15 સાથે કામ કરે છે. 80W SuperVOOC ચાર્જિંગ સપોર્ટ સાથે 5,850mAhની બેટરી ક્ષમતા મળી રહેશે. પ્રોટેક્શન માટે, હેન્ડસેટ ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સરથી આપવામાં આવેલ છે.

કલરની વાત કરીએ તો બ્લેક વેલ્વેટ, ગ્રીન સિલ્ક અને પિંક સેટીન કલરવેમાં મળી રહેશે. ઉચ્ચ વર્ઝનના ફોન ફક્ત કાળા અને લીલા શેડ્સમાં મળશે આની કિંમત 12GB + 256GB RAM તે રૂ. 54,999 માં જ્યારે 12GB + 512GB રૂ.59,999 સુધી મળી રહેશે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo X500 Pro Max માં મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને 144Hz ડિસ્પ્લે મળવાની સંભાવના
  2. Xiaomi 17T Geekbench પર જોવા મળ્યો , Dimensity 8500 ચિપ અને 12GB RAMની સંભાવના
  3. 200MP કેમેરા અને 7000mAh બેટરી સાથે આવી શકે Vivo X Fold 6, Xiaomi પણ તૈયાર
  4. દૂરના તારામંડળમાંથી આવેલ 3I /ATLAS માં ભારે પાણીની અનોખી શોધ
  5. હવે અજાણ્યા કોલ્સ ઓળખવા સરળ બનશે , BSNL લાવી રહ્યું છે નવી CNAP સેવા
  6. મલયાલમ ફિલ્મ પ્રતીચાયામાં વારસો બચાવવા પુત્રનો રાજકારણમાં પ્રવેશ 
  7. 4,500 પ્રકાશ વર્ષ દૂર મળેલા " Interstellar Ice " થી જીવનના રહસ્યો ખુલ્યા
  8. WhatsApp Android માટે લાવશે નોટિફિકેશન બબલ્સ , મલ્ટીટાસ્કિંગ થશે વધુ સરળ
  9. Jio યુઝર્સ માટે નવો ગેમિંગ પ્લાન : 2GB દૈનિક ડેટા સાથે સબ્સ્ક્રિપ્શન બંડલ
  10. WhatsApp પર Airtel , Jio અને Vi રિચાર્જ હવે સરળ , એપ છોડયા વગર કરો પેમેન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »