Redmi Note 17 Pro Maxમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32MP કેમેરા મળી શકે છે
તાજેતરમાં Redmi Note 17 સિરીઝને લોન્ચ કરવામાં આવ્યું હતું .
ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Redmiએ તાજેતરમાં Redmi Note 17 સિરીઝ રજૂ કરી હતી , જેમાં સ્ટાન્ડર્ડ મોડલ અને Redmi Note 17 Pro સામેલ છે . હવે કંપની આ સિરીઝમાં Redmi Note 17 Pro Max ઉમેરવાની તૈયારીમાં હોવાની ચર્ચા છે .જોકે , કંપનીએ અત્યાર સુધી આ સ્માર્ટફોન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી .
નવી લીક મુજબ , થાઈલેન્ડની NBTC ( National Broadcasting and Telecommunications Commission ) વેબસાઈટ પર Redmi Note 17 અને Redmi Note 17 Pro Maxના ગ્લોબલ વેરિઅન્ટસ જોવા મળે છે . Redmi Note 17નો મોડલ નંબર 26081RA18G અને Redmi Note 17 Pro Maxનો મોડલ નંબર 2609FRA74G હોવાનું સામે આવ્યું છે . બંને સ્માર્ટફોનનું ઉત્પાદન ચીનમાં કરવામાં આવ્યું હોવાનું પણ લિસ્ટિંગમાં જોવા મળ્યું છે .
નવા લીક્સ અનુસાર Redmi Note 17 Pro Maxમાં MediaTek Dimensity 7500 પ્રોસેસર આપવામાં આવી શકે છે . ફોટોગ્રાફી માટે તેમાં 200 મેગાપિક્સલનો Samsung પ્રાઈમરી કેમેરા અને તેની સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ કેમેરા મળી શકે છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળવાની શક્યતા છે .
પાવર બેકઅપ માટે Redmi Note 17 Pro Maxમાં 10,000mAhની મોટી બેટરી આપવામાં આવી શકે છે . જોકે કંપનીએ અત્યાર સુધી આ સ્પેસિફિકેશન્સની સત્તાવાર પુષ્ટિ કરી નથી .
બીજી તરફ , ગયા અઠવાડિયે ચીનમાં લોન્ચ થેલા Redmi Note 17માં 7 ઈંચનું Full HD+ OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 120Hz રિફ્રેશ રેટ , 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1,800 nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે . તેમાં Snapdragon 4 Gen 4 ચિપસેટ અને HyperOS 3 આધારિત Android 16 આપવામાં આવ્યું છે .
Redmi Note 17માં 50 મેગાપિક્સલનો સિંગલ રિયર કેમેરા , 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા , 8,000mAh બેટરી , 45W ફાસ્ટ ચાર્જિંગ અને 22.5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે . આ ઉપરાંત તેમાં ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર , 5G , Wi-Fi , Bluetooth GPS અને USB Type - C જેવા કનેક્ટિવિટી વિકલ્પો પણ ઉપલબ્ધ છે . આ સ્માર્ટફોન પર્પલ , ગ્રીન અને બ્લેક કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે .
જાહેરાત
જાહેરાત
Vivo T5 Lite 5G Sale Begins in India: Check Price, Offers, and Specifications
Samsung Galaxy Z Flip 8 Launched in India With 4.1-Inch Cover Screen, 4,300mAh Battery: Price, Specifications