Vivo એ વધાર્યા સ્માર્ટફોનના ભાવ , જાણો ક્યાં મોડલ પર કેટલી વધી કિંમત

Vivo V70 FE ના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 37,999 થી વધીને રૂપિયા 41,999 થઈ છે .

Vivo એ વધાર્યા સ્માર્ટફોનના ભાવ , જાણો ક્યાં મોડલ પર કેટલી વધી કિંમત

Vivo X 300 FE ને કંપનીએ રૂપિયા 7 હજાર મોંઘો કર્યો .

હાઇલાઇટ્સ
  • Vivo એ ભારતમાં પોતાના અનેક સ્માર્ટફોનના ભાવમાં વધારો કર્યો છે .
  • Vivo X 300 FE ને કંપનીએ રૂપિયા 7 હજાર મોંઘો કર્યો .
  • Vivo એ પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન Vivo X300 FEના ભાવમાં સૌથી મોટો વધાર્યો
જાહેરાત

સ્માર્ટફોન ખરીદવો હવે પહેલાની સરખામણીએ વધુ મોંઘો બનતો રહ્યો છે . વૈશ્વિક સ્તરે મેમરી ચીપની અછત અને વધતી ઉત્પાદન કિંમતને કારણે ઘણી સ્માર્ટફોન કંપનીઓ પોતાના ફોનના ભાવમાં વધારો કરી રહી છે . Oppo , Vivo , Samsung અને Apple જેવી મોટી બ્રાન્ડ્સ પછી હવે Vivo  એ પણ પોતાના ઘણા સ્માર્ટફોનના ભાવ વધાર્યા છે . કંપનીએ નવા લોન્ચ થયેલા મોડલ્સ ઉપરાંત કેટલાક જૂના ફોન પણ મોંઘા કરી દીધા છે . ચાલો જાણીએ ક્યાં Vivo સ્માર્ટફોનના ભાવમાં કેટલો વધારો થયો છે .

Vivo X300 FE :

Vivo એ પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન Vivo X300 FEના ભાવમાં સૌથી મોટો વધાર્યો કર્યો છે . ફોનનો 12GB + 256GB વેરિઅન્ટ હવે રૂપિયા 79,999 ના બદલે રૂપિયા 86,999 માં મળશે , એટલે કે તેમાં રૂપિયા 7,000નો વધારો થયો છે . જયારે 12GB + 512GB વેરિઅન્ટ હવે રૂપિયા 89,999 ના બદલે રૂપિયા 96,999 માં ઉપલબ્ધ રહેશે .

આ ફોનમાં 6.31 ઇંચ LTPO AMOLED Full HD + ડિસ્પ્લે , 120Hz રિફ્રેશ રેટ અને 5,000 nits પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે . તેમાં Snapdragon 8 Gen 5 પ્રોસેસર છે . ફોટોગ્રાફી માટે Zeiss સપોર્ટ સાથે 50MP મુખ્ય કેમેરા , 8MP અલ્ટ્રા - વાઈડ કેમેરા અને 50MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યા છે . સેલ્ફી માટે 50MP ફ્રન્ટ કેમેરા છે . આ ફોનમાં 6,500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે .

Vivo V70 FE :

Vivo V70 FEના તમામ વેરિઅન્ટ ભાવમાં  વધારો થયો છે . 8GB + 128GB વેરિઅન્ટ હવે રૂપિયા 37,999ના બદલે રૂપિયા 41,999માં મળશે. 8GB + 356GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 40,999 થી વધીને રૂપિયા 45,999 થઈ ગઈ છે . જયારે 12GB + 256GB વેરિઅન્ટ હવે રૂપિયા 42,999 ના બદલે રૂપિયા 46,999માં મળશે .

Vivo Y51 Pro :

Vivo Y51 Pro ના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત હવે રૂપિયા 27,999 ના બદલે રૂપિયા 30,999 થઈ ગઈ છે . જયારે 8GB + 256GB વેરિઅન્ટ હવે રૂપિયા 30,999 ના બદલે રૂપિયા 33,999 માં મળશે .

Vivo Y31 5G :

Vivo Y31 5G નો 6GB + 128GB વેરિઅન્ટ હવે રૂપિયા 23,999 ના બદલે રૂપિયા 25,999 માં મળશે . જયારે 6GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 26,999થી વધીને રૂપિયા 28,999 થઈ ગઈ છે .

Vivo T4 Lite 5G :

Vivo T4 Lite 5G ના 6GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 14,999 થી વધીને રૂપિયા 18,999 થઈ ગઈ છે . જયારે 8GB + 128GB વેરિઅન્ટ હવે રૂપિયા 16,999ના બદલે રૂપિયા 20,999માં ઉપલબ્ધ રહેશે .

જો તમે Vivo નો નવો સ્માર્ટફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા હો, તો હવે તમને પહેલા કરતાં વધુ કિંમત ચૂકવવી પડશે . કંપનીએ અનેક લોકપ્રિય મોડલ્સના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo એ વધાર્યા સ્માર્ટફોનના ભાવ , જાણો ક્યાં મોડલ પર કેટલી વધી કિંમત
  2. Amazon vs Flipkart mega Sale : સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ પર ક્યાં મળશે સૌથી મોટી બચત ?
  3. Flipkart GOAT Sale માં iPhone ખરીદવાની તક , બેંક ઓફર્સ સાથે મળશે મોટી બચત
  4. ગ્રાહકોને આકર્ષવા Amazon Now ની મોટી તૈયારી , નવા શહેરોમાં થશે વિસ્તરણ
  5. OnePlus Prime Day Sale શરૂ 4 જુલાઈથી , OnePlus 13 થી લઈને Pad અને Nord Buds સુધી મળશે ખાસ ડીલ્સ
  6. OnePlus N6 ની એન્ટ્રી ! 22,999 રૂપિયામાં 120Hz ડિસ્પ્લે , 50MP કેમેરા અને Android 16
  7. 50MP કેમેરા અને Dimensity 8350 પ્રોસેસરવાળો Lava Agni 4 હવે ઓછી કિંમતે ઉપલબ્ધ
  8. NotebookLMનું નવું ફીચર , લાંબા દસ્તાવેજોને મિનિટમાં બનાવશે શોર્ટ વિડીયો
  9. પાણીની કટોકટીનો અનોખો ઉકેલ , ઓસ્ટ્રેલિયાના જળાશયો પર લગાવવામાં આવી રહી છે ફ્લોટિંગ સોલાર પેનલ્સ
  10. Tata Sierra EVની એન્ટ્રી માટે તૈયાર પૂર્ણ , 75kWh બેટરી અને ડયુઅલ મોટર સાથે આપશે જોરદાર પરફોર્મન્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »