Vivo G5i અને Vivo G5z માં 7,200mAhની બેટરી આપવામાં આવી છે જે 44W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સીને OTG રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે .
Photo Credit: vivo
આ સ્માર્ટફોન્સમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યું છે .
ચીની સ્માર્ટફોન નિર્માતા Vivoએ પોતાના નવા Vivo G5i અને Vivo G5z સ્માર્ટફોન ચીનના બજારમાં રજૂ કર્યા છે . બંને સ્માર્ટફોન ડિઝાઈન અને હાર્ડવેરની દ્રષ્ટિએ લગભગ એકસરખા છે . બંને મોડલ વચ્ચેનો મુખ્ય તફાવત માત્ર બ્રાન્ડિંગનો છે . કંપનીએ આ ફોનમાં લાંબી બેટરી લાઈફ , સ્મૂથ ડિસ્પ્લે અને દૈનિક ઉપયોગ માટે સક્ષમ પ્રોસેસર જેવી સુવિધાઓ આપી છે .
Vivo G5i અને Vivo G5zના 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,199 ચીની યુઆન ( આશરે રૂપિયા 30,900) રાખવામાં આવી છે . જયારે 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,899 ચીની યુઆન ( આશરે રૂપિયા 40,700 ) છે . બંને સ્માર્ટફોન Obsidian Black કલર વિકલ્પમાં ઉપલબ્ધ છે અને હાલમાં ચીનમાં કંપનીના ઓનલાઈન સ્ટોર મારફતે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે .
બંને સ્માર્ટફોનમાં 6.75 ઇંચની LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1570x720 પિક્સલ રિઝોલ્યુશન , 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે . ડિસ્પ્લેમાં 256 PPI પિક્સલ ડેન્સિટી અને 83 ટકા કલર ગેમટનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે .
પરફોર્મન્સ માટે તેમાં Qualcomm Snapdragon 4 Gen 2 પ્રોસેસર અને Adreno 613 GPU આપવામાં આવ્યો છે બંને Android 16 આધારિત OriginOS 6 પર કાર્ય કરે છે .
ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે , જેમાં ઓટોફોક્સ અને 10x ડિજિટલ ઝૂમનો સપોર્ટ મળે છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આગળ અને પાછળ બંને કેમેરાથી 1080p વિડીયો રેકોર્ડિંગ કરી શકાય છે .
Vivo G5i અને Vivo G5zમાં 7,200mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 44W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . ઉપરાંત OTG રિવર્સ ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે , જેના દ્રારા અન્ય ડિવાઇસને પણ ચાર્જ કરી શકાય છે .
કનેક્ટિવિટી માટે બંને સ્માર્ટફોનમાં 5G , Wi-Fi , Bluetooth, GPS, NFC અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યા છે . તેમાં ડયુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને સુરક્ષા માટે સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે . આ ફોનનું માપ 166.64x 78.43x 8.39 મિમી છે અને તેનું વજન અંદાજે 219 ગ્રામ છે .
જાહેરાત
જાહેરાત
iPhone Air 2 Tipped to Feature Bigger Battery, Dual Rear Cameras