ગરમીમાં સનબર્નથી લઈને ખીલ સુધીની સમસ્યાઓથી બચવા અપનાવો આ સ્કિન કેર ટિપ્સ

વધતા તાપમાન અને તીવ્ર સૂર્યપ્રકાશથી ત્વચાને નુકસાન થઈ શકે છે . યોગ્ય સ્કિન કેર , સંતુલિત આહાર અને હાઈડ્રેશન દ્રારા ઉનાળામાં ત્વચાને સુરક્ષિત રાખી શકાય છે .

ગરમીમાં સનબર્નથી લઈને ખીલ સુધીની સમસ્યાઓથી બચવા અપનાવો આ સ્કિન કેર ટિપ્સ
હાઇલાઇટ્સ
  • ટેનિંગ , સનબર્ન , ખીલ , ચામડીમાં બળતરા અને શુષ્કતા જેવી સમસ્યાઓ જોવા મળે
  • યોગ્ય આહાર , પૂરતું પાણી , નિયમિત સફાઈ અને સૂર્યપ્રકાશથી રક્ષણ જેવા સરળ
  • વધુ પરસેવો અને ધૂળના કારણે ચેહરાના રોમછિદ્રો બંધ થઈ શકે
જાહેરાત

ઉનાળાની ઋતુ શરૂ થતાં જ તાપમાનમાં વધારો થવા લાગે છે અને હાલમાં તો ગરમીનો પારો બહુ ઊચું જ જતો જાય છે , જેની અસર આપણા શરીર અને ખાસ કરીને  ત્વચા પર પડે છે . વધુ ગરમી , પરસેવો , ધૂળ અને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ ( UV ) કિરણો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે . પરિણામે ટેનિંગ , સનબર્ન  , ખીલ , ચામડીમાં બળતરા અને શુષ્કતા જેવી સમસ્યાઓ જોવા મળે છે . તેથી ઉનાળામાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી બની જાય છે . 

કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ ?

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર , ઉનાળામાં દિવસ દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં લાંબા સમય સુધી રહેવાનું ટાળવું જોઈએ . ખાસ કરીને બપોરે  12 વાગ્યાથી  4 વાગ્યા દરમિયાન સૂર્યના કિરણો વધુ તીવ્ર હોય છે . બહાર જવું જરૂરી હોય તો સનસ્ક્રીન , ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો લાભદાયી બની શકે છે .

ગરમીમાં શરીરમાં પાણીની ઉણપ ઝડપથી સર્જાઈ શકે છે , જેની અસર ત્વચા પર પણ પડે છે . એટલા માટે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જોઈએ . જેથી શરીર  હાઈડ્રેટ રહે છે અને આપણી ત્વચાની કુદરતી ચમક જળવાઈ રહે છે .  તાજા ફળો , લીલા શાકભાજી અને પાણીથી  ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન પણ  ત્વચા માટે ફાયદાકારક માનવામાં  આવે છે .

ત્વચાની સફાઈ પણ એટલી જ મહત્વપૂર્ણ છે . એટલે કે વધુ પરસેવો અને ધૂળના કારણે ચેહરાના રોમછિદ્રો બંધ થઈ શકે છે . જેના કારણે ખીલ અને અન્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે . દિવસમાં બે વખત હળવા ફેસવોશથી ચહેરો સાફ કરવાથી ત્વચા સ્વચ્છ રહે છે . જોકે વધુ પડતા કેમિકલવાળા ફેસવોશનો ઉપયોગ ટાળવો  જોઈએ .

દરેક વ્યક્તિની ત્વચાનો પ્રકાર અલગ હોય છે . તેથી સ્કિન કેર પ્રોડક્ટ્સ પસંદ કરતી વખતે પોતાની ત્વચાની જરૂરિયાતને ધ્યાનમાં લેવી જોઈએ . જો ત્વચા સંબંધિત  કોઈ ગંભીર સમસ્યા હોય તો ત્વચારોગ નિષ્ણાંતની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે .

અંતમાં આટલું જ,  કે આપણે  સ્કિન કેરની  જરૂરિયાત બધી જ સિઝનમાં પડે છે અને તેના માટે યોગ્ય આહાર , પૂરતું પાણી , નિયમિત સફાઈ અને સૂર્યપ્રકાશથી રક્ષણ  જેવા સરળ ઉપાયો અપનાવીને  ત્વચાને સ્વસ્થ અને તાજગીભરી રાખી શકાય છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ
  2. દક્ષિણ કોરિયામાં લોકપ્રિય બની રહી છે ' નકલી શોપિંગ ' વેબસાઈટ્સ , તણાવ ઘટાડવા યુવાનોનો અનોખો રસ્તો
  3. Pixel 9a ખરીદવાની તક : બેંક ઓફર અને એક્સચેન્જ સાથે કિંમત ઘટીને રૂપિયા 37,999
  4. Googleનું Android 17 આવ્યું : Bubbles, Foldable Gaming અને Privacy Features સાથે
  5. ફોન ખરીદવાનો પ્લાન છે ? Vivo અને Lava એ વધારી સ્માર્ટફોનની કિંમતો
  6. Gmailની આ ટ્રિકથી ઈમેઈલ પહોંચશે યોગ્ય સમયે , જાણો Schedule Send ફિચરનો સરળ ઉપયોગ
  7. મધરાત્રિની એલર્ટ બાદ CBS પર બ્રેક ? NDMA એ ચેતવણી સેવા રોકી
  8. WhatsApp એકાઉન્ટ હેક થવાથી બચવા જાણો મહત્વપૂર્ણ સુરક્ષા ટિપ્સ
  9. IPL ની લોકપ્રિયતા શિખરે : ફાઇનલ મેચ બની ઇતિહાસની સૌથી વધુ જોવાયેલી મેચ
  10. ઓનલાઈન સુરક્ષા પર ભાર : બ્રિટન અને મલેશિયાએ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર લગામ કસી
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »