સૌરમંડળની બહાર 45 વસવાટયોગ્ય ગ્રહોની શોધ , વૈજ્ઞાનિકોને જીવનની નવી આશા

વૈજ્ઞાનિકોએ રહેવા યોગ્ય ક્ષેત્રમાં 45 ગ્રહોની ઓળખ કરી છે જ્યાં પાણી હોઈ શકે

સૌરમંડળની બહાર 45 વસવાટયોગ્ય ગ્રહોની શોધ , વૈજ્ઞાનિકોને જીવનની  નવી આશા

Photo Credit: NASA

ટ્રેપિસ્ટ 1 ગ્રહ પ્રણાલીનું એક કલાકાર દ્રારા બનાવેલું કલ્પિત ચિત્ર

હાઇલાઇટ્સ
  • સંશોધકોએ 6,000થી વધુ એક્સોપ્લેનેટ્સના ડેટાનો અભ્યાસ કરીને 45 એવા ગ્રહોની
  • TRAPPIST -1 સિસ્ટમના ગ્રહોનો સમાવેશ થાય
  • TRAPPIST -1 e અને TOI-715 પર ધ્યાન ,જે પૃથ્વી જેવા લક્ષણો ધરાવે
જાહેરાત

વૈજ્ઞાનિકો લાંબા સમયથી જાણે છે કે આપણા સૌરમંડળની બહાર હજારો ગ્રહો અસ્તિત્વ ધરાવે છે . પરંતુ માત્ર ગ્રહો હોવાની જાણકારી પૂરતી નથી . આમા મહત્વનું એ છે કે શું તે ગ્રહો જીવનને સમર્થન આપી શકે કે નહિ . હવે Cornell University ના Carl Sagan Institute સાથે જોડાયેલા પ્રોફેસર Lisa Kaltenegger ના નેતૃત્વ હેઠળના સંશોધનથી આ દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે . સંશોધકોએ 6,000થી વધુ એક્સોપ્લેનેટ્સના ડેટાનો અભ્યાસ કરીને 45 એવા ગ્રહોની ઓળખ   કરી  છે , અને જે તેમના તારાના રહેવાયોગ્ય ક્ષેત્રમાં  છે .

વૈજ્ઞાનિકોએ કેવી રીતે શોધ કરી 
અભ્યાસ દરમિયાન ટીમે European Space Agency ના ગૈયા મિશન અને NASA ના એઝોપ્લેનેટ આર્કાઇવમાંથી માહિતી મેળવી . આ માહિતી આધારે તેમણે ગણતરી કરી કે દરેક ગ્રહ તેના તારાથી કેટલી ઉર્જા મેળવે છે , જે તેની સપાટી પર પ્રવાહી પાણીની સંભાવનાને અસર કરે છે .

જેમ પૃથ્વી રહેવાયોગ્ય ક્ષેત્રમાં આવે છે , તેમ શુક્ર અને મંગળ તેની સીમાઓ પર આવેલા છે . આ માપદંડો બીજા તારામંડળોમાં લાગુ કરતા , સંશોધકોને 45   સંભવિત ગ્રહો મળ્યા , જેમાંથી 24 વધુ ચોક્કસ અને અનુકૂળ ઝોનમાં આવે છે .

આગળનું શું લક્ષ્ય છે 
આ શોધમાં ખાસ ધ્યાન ખેંચનારા ગ્રહોમાં TRAPPIST -1 સિસ્ટમના ગ્રહોનો સમાવેશ થાય છે . જે પૃથ્વીથી આશરે 40 પ્રકાશ વર્ષ દૂર છે . આના સહ લેખક Gillis Lorie એ ખાસ કરીને TRAPPIST -1 e  અને TOI-715 પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે , જે પૃથ્વી જેવા જ લક્ષણો ધરાવે છે .

તે ઉપરાંત Proxima Centauri b અને LHS 1140 b પણ મહત્વપૂર્ણ તરીકે સામે આવે છે .આવનારા સમયમાં James Webb Spaces Telescope , Extremely Large Telescope અને Habitable Worlds Observatory જેવી આધુનિક નિરીક્ષણ કેન્દ્રો દ્રારા આ ગ્રહોની વધુ તપાસ કરવામાં આવશે .

જોકે રહેવાયોગ્ય ઝોનમાં હોવું જીવન હોવાનો પુરાવો નથી , તે જીવન શોધવાની શરૂઆત માટેનો સૌથી અગત્યનો પગથિયું છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »