ખગોળશાસ્ત્રીઓએ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને ધૂમકેતુ 41P ને પહેલી વાર તેના પરિભ્રમણને ઉલટાવતા જોયો છે
Photo Credit: NASA
ધૂમકેતુ 41P/ટટલ માંથી નીકળતા ગેસ અને ધૂળથી એક કલાકારની છાપ જોવા મળે છે .
ખગોળશાસ્ત્રમાં એક અનોખી ઘટના તરીકે વૈજ્ઞાનિકો પ્રથમ વખત કોઈ ધૂમકેતુને તેની પરિભ્રમણ દિશા પૂરી રીતે ઉલટાવતો જોયો છે . Hubble Space Telescope દ્રારા 2017 માં સૂર્યની નજીક આવતા Comet 41P /Tuttle ના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું . આ અભ્યાસનું નેતૃત્વ David Jewitt એ કહ્યું અને તેમના આપેલા કારણો The Astronomical Journal માં 26 માર્ચે પ્રકાશિત થયા હતા . આશરે 0.6 માઈલ (1 કિમી ) વ્યાસ ધરાવતો આ નાનો બર્ફીલો પદાર્થ પહેલા ધીમો પડયો , પછી સંપૂર્ણપણે અટકી ગયો અને અંતે તેની ફરવાની દિશા ઉલટાવી દીધી .
ગેસ જેટ્સ ધૂમકેત્તુને કેવી રીતે ફેરવે છે :
અભ્યાસ મુજબ , ધૂમકેતુનું ન્યુક્લિયસ ખૂબ નાનું હોવાથી તે બાહ્ય બળો માટે અત્યંત સંવેદનશીલ બને છે , જયારે આ ધૂમકેતુ સૂર્યની નજીક પહોંચે છે , ત્યારે તેની સપાટી પરનો બરફ ગરમીથી વરાળ બની જાય છે . આ પક્રિયામાં અસંતુલિત ગેસ જેટ્સ ઉત્પન્ન થાય છે , જે નાના થ્રસ્ટર જેવી અસર કરે છે અને ધૂમકેતુને ફરવા મજબૂર કરે છે . Swift Observatory દ્રારા કરાયેલા નિરીક્ષણોમાં જાણવા મળ્યું કે મે 2017 દરમિયાન ધૂમકેતુની સ્પિન લગભગ ત્રણ ગણી ધીમી પડી હતી, ત્યારબાદ ડિસેમ્બરમાં લેવામાં આવેલી હબલની છબીઓ દર્શાવે છે કે તે હવે દર 14 કલાકે વિપરીત દિશામાં ફરવા લાગ્યો હતો . વૈજ્ઞાનિકોએ આ ઘટનાની તુલના એવા રમકડાં સાથે કરી છે જેને એક દિશામાં ધકેલ્યા પછી ફરીથી વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે .
સ્પિન રિવર્સલ:
આવી સ્પિન રિવર્સલ ઘટના ધૂમકેતુ માટે જોખમકારક સાબિત થઈ શકે છે . જયારે તેની ફરવાની ગતિમાં ફેરફાર થાય છે , ત્યારે કેન્દ્રત્યાગી બળો વધે છે , જે તેને એકસાથે બાંધતા નબળા ગુરુત્વાકર્ષણને હરાવી શકે છે . પરિણામે , ધૂમકેતુ તૂટી પડવાની શક્યતા વધી જાય છે . વધુમાં , 2001 પછી તેની પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે , જે દર્શાવે છે કે તેની સપાટી પરનો બરફ ખતમ થઈ રહ્યો છે અથવા ધૂળ હેઠળ દટાઈ ગયો છે .
લગભગ 1,500 વર્ષોથી તેની વર્તમાન કક્ષામાં છે . અને તે નજીકના ભવિષ્યમાં સ્વ-વિનાશ તરફ આગળ વધી શકે છે . એક પ્રાચીન અવશેષ તરીકે , તેની આ સ્થિતિ ખગોળશાસ્ત્રીઓ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બહુ જ અગત્યનો છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch