દેશમાં ડિજિટલ કનેક્ટિવિટીનો વિસ્તાર , ગામડાઓ સુધી પહોંચ્યું 4G અને 5G

ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટી ઝડપથી વધી રહી છે . હવે દેશના લગભગ 99.9% જિલ્લાઓમાં 5G નેટવર્ક ઉપલબ્ધ બન્યું છે .

દેશમાં ડિજિટલ કનેક્ટિવિટીનો વિસ્તાર , ગામડાઓ સુધી પહોંચ્યું 4G અને 5G

Photo Credit: Pexels/Z z

ભારત સરકાર ગામડાઓ સુધી 4G સેવા પહોંચાડવા માટે પણ સતત કામ કરી રહી છે

હાઇલાઇટ્સ
  • દેશના લગભગ 99.9% જિલ્લાઓમાં 5G નેટવર્ક ઉપલબ્ધ
  • સરકાર ગામડાઓ સુધી 4G સેવા પહોંચાડવા માટે પણ સતત કામ કરી રહી
  • સરકારે માર્ચ 2023માં ' ભારત 6G વિઝન ડોક્યુમેન્ટ ' પણ જાહેર કર્યું હતું .
જાહેરાત

ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટી ઝડપથી વધી રહી છે . હવે દેશના લગભગ 99.9% જિલ્લાઓમાં 5G નેટવર્ક ઉપલબ્ધ બન્યું છે . એટલે કે મોટાભાગના લોકો હાઈ - સ્પીડ ઇન્ટરનેટનો લાભ લઈ શકે છે . સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રીના જણાવ્યા અનુસાર 31 માર્ચ , 2023 સુધી દેશમાં 1,40,623 5G બેઝ ટ્રાન્સસીવર સ્ટેશન ( BTS ) હતા , જેની સંખ્યા 30 જૂન 2026 સુધીમાં વધીને 5,62,971 થઈ ગઈ છે . આ વધારાથી શહેરો ઉપરાંત અનેક નાના વિસ્તારોમાં પણ 5G સેવા પહોંચી છે .

ગામડાઓમાં 4G નેટવર્ક :

ભારત સરકાર ગામડાઓ સુધી 4G સેવા પહોંચાડવા માટે પણ સતત કામ કરી રહી છે . ડિજિટલ ભારત નિધિ ( DBN ) હેઠળ ચાલી રહેલા 4G Saturation Project અને અન્ય બીજા મોબાઈલ કનેક્ટિવિટી યોજનાઓથી આખા દેશમાં આશરે 24,000 મોબાઈલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા છે . જેના કરીને જ્યાં પહેલા 4G નેટવર્ક ઉપલબ્ધ નહોતું , ત્યાં હવે લોકો સરળતાથી મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે  છે . આ સ્ટેપથી ઓનલાઇન ભણતર , ડિજિટલ પેમેન્ટ અને સરકારી સેવાઓનો લાભ ગામડાઓ સુધી પહોંચ્યો છે .

6G અને નવી ટેક્નોલોજી :

સરકાર ભવિષ્ય માટે નવી ટેક્નોલોજી પણ તૈયાર કરી રહી છે . Telecom Technology Development Fund ( TTDF ) યોજના હેઠળ અત્યાર સુધીમાં 136 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે . આ માટે અંદાજે  5.43 અબજ રૂપિયાનો બજેટ રાખવામાં આવ્યા છે . આ પ્રોજેક્ટ્સમાં 6G , Quantum Communication , Satellite અને  Non- Terrestrial Networks, Optical Systems સ્વદેશી 5G Core તેમજ ટેલિકોમ સુરક્ષા જેવી આધુનિક ટેક્નોલોજી પર કામ કરે છે .

સરકારે માર્ચ 2023માં ' ભારત 6G વિઝન ડોક્યુમેન્ટ ' પણ જાહેર કર્યું હતું . તેનો મુખ્ય ઉદેશ્ય દેશમાં 6G ટેક્નોલોજીનો વિકાસ કરીને વધુ ઝડપી , સ્માર્ટ અને સુરક્ષિત કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાનો છે . સાથે જ ભારતને વૈશ્વિક સ્તરે ટેલિકોમ ક્ષેત્રમાં ટોચ પર પહોંચાડવાનો છે . આ ઉપરાંત દેશમાં ટેલિકોમ અને નેટવર્કિંગના સાધનોનું ઉત્પાદન વધારવા માટે સરકારે 121.95 અબજ રૂપિયાની Production Linked Incentive ( PLI ) યોજના શરૂ કરી છે . 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vi Movies & TV પેક આવ્યું , રૂપિયા 200માં OTT સબ્સ્ક્રિપ્શન સાથે 30GB ડેટા
  2. ChinaJoy ઇવેન્ટમાં આવી શકે છે Redmi K100 સિરીઝ , લીક્સમાં સામે આવ્યા મોટા ફીચર્સ
  3. દેશમાં ડિજિટલ કનેક્ટિવિટીનો વિસ્તાર , ગામડાઓ સુધી પહોંચ્યું 4G અને 5G
  4. 200MP કેમેરા સાથે Samsung Galaxy S25 Ultra 5G સસ્તો થયો , જાણો નવી ઓફર્સ
  5. સ્વતંત્રતા દિવસ સેલમાં ખરીદીનો મોકો , Amazon - Flipkart લાવશે શાનદાર ઓફર્સ
  6. Redmi Note 17નો ટીઝર થયો જાહેર , લોન્ચ પહેલા સંભવિત કિંમત અને ફીચર્સ આવ્યા સામે
  7. Poco M8 Powerની એન્ટ્રી નક્કી , 3 દિવસની બેટરી લાઇફનો દાવો
  8. Realme P4 Power 5G પર જબરદસ્ત ઓફર
  9. Vivo S2 લોન્ચ પહેલા ડિઝાઈન આવી સામે , ઓગસ્ટમાં થઈ શકે છે લોન્ચ
  10. Ugreen 100W Mini Ice GaN ચાર્જર આવ્યું બજારમાં , લેપટોપ સહિત અનેક ડિવાઈસ કરશે ઝડપથી ચાર્જ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »