ભારતમાં Poco M8 Power 5Gનું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે . ફોનની સૌથી મોટી ખાસિયત તેની 8,000mAhની સિલિકોન - કાર્બન બેટરી છે . આ ઉપરાંત , તેમાં 120Hz AMOLED ડિસ્પ્લે અને Qualcomm Snapdragon પ્રોસેસર આપવામાં આવ્યું છે . ફોનનું વેચાણ શરૂ થતાની સાથે જ કંપનીએ તેના પર ડિસ્કાઉન્ટ ઓફર પણ રજૂ કરી છે .
Pebbleએ ભારતમાં નવા SEEQ AI સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ કર્યા છે . કંપનીનું કહેવું છે કે આ સ્માર્ટ ગ્લાસીસ AI , કેમેરા અને સ્માર્ટ કનેક્ટિવિટીની મદદથી યુઝર્સને હેન્ડ્સ ફ્રી અનુભવ આપશે . તેમાં 8MP કેમેરા , Full HD વિડીયો રેકોર્ડિંગ , 4K ફોટો કેપ્ચર , AI આસિસ્ટન્ટ , ઝડપી ભાષાંતર અને સ્માર્ટ ઇમેજ ઓળખ જેવી સુવિધાઓ આપવામાં આવી છે .
NEET પેપર લીક મામલે થયેલા વિરોધ પ્રદર્શનો અંગે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પ્રથમ વખત સેલ્ફી વિડીયો શેર કર્યો હતો . આ વિડીયો શેર થયા બાદ તેમના ફોલોઅર્સની સંખ્યમાં ઝડપી વધારો થયો . વિડીયો પોસ્ટ કરતા પહેલા તેમના ઇન્સ્ટાગ્રામ પર 101 મિલિયન ફોલોઅર્સ હતા , જે માત્ર ચાર દિવસમાં વધીને 105 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા .
Lava એ ભારતીય બજારમાં Lava Virat V1 5G અને Virat V1 સ્માર્ટફોન રજૂ કર્યા છે . બંને ફોન મોટી ડિસ્પ્લે , AI ડયુઅલ કેમેરા , Android OS અને કિફાયતી કિંમત સાથે આવે છે . 31 જુલાઈએ તેનું વેચાણ શરૂ થશે .
Honor એ કતારમાં Honor X7e Plus 5G લોન્ચ કર્યો છે . સ્માર્ટફોનમાં Snapdragon 4 Gen 4 ચિપસેટ , 8100mAh બેટરી , 45W ફાસ્ટ ચાર્જિંગ , 120Hz ડિસ્પ્લે અને અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે . સાથે જ તેને IP68, IP69 અને IP69K રેટિંગ પણ મળી છે .
iQOO 24 જુલાઈએ ભારતમાં Z11 Lite સ્માર્ટફોન લોન્ચ કરશે . AI આધારિત પ્રોડક્ટિવિટી ફીચર્સ , 6500mAh બેટરી , 44W ફાસ્ટ ચાર્જિંગ અને મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી સાથે આ ફોન ખાસ કરીને વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે .
Samsung 22 જુલાઈએ Galaxy Unpacked ઈવેન્ટમાં Galaxy Z Fold 8 લોન્ચ કરી શકે છે . ફોનમાં Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ , 120Hz ડિસ્પ્લે , 45W ફાસ્ટ ચાર્જિંગ , Galaxy AI ફીચર્સ અને 4,800mAh બેટરી મળવાની અપેક્ષા છે . કંપનીએ 999 રૂપિયાની રિફંડપાત્ર ટોકન રકમ સાથે પ્રી - રિઝર્વેશન પણ શરૂ કર્યું છે , જેમાં ગ્રાહકોને 2,799 રૂપિયાના લાભ મળશે .
Realme 15 જુલાઈએ ભારતમાં Realme Narzo 100x 5G લોન્ચ કરશે . સ્માર્ટફોનમાં 8,000mAh બેટરી , 45W ફાસ્ટ ચાર્જિંગ , MediaTek Dimensity 6300 પ્રોસેસર , 50MP ડયુઅલ કેમેરા અને 144Hz ડિલપ્લે જેવા ફીચર્સ મળશે . AI આધારિત નવા ફીચર્સ પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે .
Noise એ ભારતમાં પોતાની પ્રથમ સ્ક્રીનલેસ સ્માર્ટ બેન્ડ REP Band લોન્ચ કરી છે . તેમાં AI આધારિત હેલ્થ ટ્રેકિંગ , સ્લીપ એનાલિસિસ , સ્ટ્રેસ મોનીટરીંગ અને 10 દિવસ સુધીની બેટરી જેવી સુવિધાઓ આપવામાં આવી છે .
Vivoએ ચીનમાં નવો Pad 5c ટેબ્લેટ લોન્ચ કર્યો છે . તેમાં 12.1 ઇંચની 2.8K 144Hz ડિસ્પ્લે , Snapdragon 8s Gen 3 પ્રોસેસર , 10,000mAh બેટરી , 44W ફાસ્ટ ચાર્જિંગ અને AI આધારિત અનેક સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે .
Gmailનું ' Help Me Write ' ફીચર જનરેટિવ AI ની મદદથી ઇમેઇલ લખવાનું વધુ સરળ બનાવે છે . આ સુવિધા નવા ઈમેઈલનો ડ્રાફ્ટ તૈયાર કરવા ઉપરાંત પહેલેથી લખાયેલા ઈમેઈલને વધુ પ્રોફેશનલ , ટૂંકો અથવા સ્પષ્ટ બનાવવામાં પણ મદદ કરે છે .
OnePlus Nord Buds 4 નું ભારતમાં વેચાણ શરૂ થઈ ગયું છે . 3,299 રૂપિયાની કિંમત ધરાવતા આ ઈયરબડ્સમાં 52dB ANC , AI ફીચર્સ , IP55 રેટિંગ અને એક જ ચાર્જમાં 54 કલાક સુધીની બેટરી લાઈફ જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી છે .
Nothing એ પુષ્ટિ કરી છે કે આગામી Nothing Phone 4b Qualcomm Snapdragon પ્રોસેસર સાથે આવશે . 7 જુલાઈએ લોન્ચ થનારા આ સ્માર્ટફોનમાં Snapdragon 6 Gen 4 SoC , 120Hz AMOLED ડિસ્પ્લે , 5400mAh બેટરી અને 50MP કેમેરા મળવાની શક્યતા છે .
Realme એ ભારતમાં Realme P4R 5Gસ્માર્ટફોન લોન્ચ કર્યો છે . ફોનમાં 8000mAh બેટરી , 144Hz ડિસ્પ્લે , Media Tek Dimensity 6300 પ્રોસેસર અને 50MP AI કેમેરા આપવામાં આવ્યો છે . તેની શરૂઆતની કિંમત રૂપિયા 18,999 છે , જયારે લોન્ચ ઓફર બાદ આ ફોન રૂપિયા 16,999માં ઉપલબ્ધ થશે .
WWDC 2026 દરમિયાન Apple એ Siri 2.0 , Apple Intelligence અને iOS 27 સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ અપડેટ્સની જાહેરાત કરી છે . નવી Siri વધુ સ્માર્ટ બની છે , જયારે Genmoji , Image Playground , AI Writing Tool અને અદ્યતન કેમેરા કસ્ટમાઈઝેશન જેવી સુવિધાઓ યુઝર્સને વધુ સારો અનુભવ આપશે .