સ્ટેશન પર દોડાદોડ નહીં ! NTESથી જાણો ટ્રેનનું પ્લેટફોર્મ અને લાઈવ સ્ટેટસ

NTES મોબાઈલ એપથી ટ્રેનનું લાઈવ સ્ટેટસ જોઈ શકાય છે

સ્ટેશન પર દોડાદોડ નહીં ! NTESથી જાણો ટ્રેનનું પ્લેટફોર્મ અને લાઈવ સ્ટેટસ

Photo Credit: Pexel/Anirudh

ભારતમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે .

હાઇલાઇટ્સ
  • NTES એટલે નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ
  • ટ્રેન મુસાફરીને સૌથી સસ્તું અને સરળ સાધન
  • ભારતીય રેલવેની સત્તાવાર સાઈટ
જાહેરાત

ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે . ટ્રેન મુસાફરીને સૌથી સસ્તું અને સરળ સાધન માનવામાં આવે છે . ઘણી વખત એવું પણ બને છે કે મુસાફરો સ્ટેશન પર પહોંચે પછી તેમને ખબર પડે કે ટ્રેનનું પ્લેટફોર્મ બદલાઈ ગયું છે . આવી સ્થિતિમાં લોકોને ઉતાવળમાં એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવું પડે છે . સ્ટેશન પર પ્લેટફોર્મ બદલવાની જાહેરાત કરવામાં આવે છે , પરંતુ ભીડ અને અવાજને કારણે તે દરેક મુસાફર સુધી સ્પષ્ટ રીતે પહોંચતી નથી .

આવી સ્થિતિમાં તમે ટેક્નોલોજીની મદદ લઈ શકો છો . એક મોબાઈલ એપ દ્રારા તમે જાણી શકો છો કે તમારી ટ્રેન ક્યાં પ્લેટફોર્મ પર આવશે . જો પ્લેટફોર્મમાં કોઈ ફેરફાર થાય તો તેની માહિતી પણ મળી જાય છે . એટલું જ નહીં , ટ્રેન ક્યાં સુધી પહોંચી છે , ક્યારે સ્ટેશન પરથી નીકળી છે અને તમારા સ્ટેશન પર ક્યારે પહોંચશે તેનો અંદાજ પણ જાણી શકાય છે .

NTES શું છે ?
NTES એટલે નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ . આ ભારતીય રેલવેની સત્તાવાર સાઈટ છે , જે ટ્રેનની લાઈવ માહિતી આપે છે . તેમ ટ્રેનનું લાઈવ રનિંગ સ્ટેટસ , અલગ - અલગ સ્ટેશનો પર પહોંચવાનો અંદાજિત સમય અને પ્લેટફોર્મની માહિતી જોઈ શકાય છે . આ સેવા Android અને iPhone માટે ઉપલબ્ધ NTES એપ તેમજ તેની સત્તાવાર વેબસાઈટ પર પણ મળી રહે છે . 

NTES મોબાઈલ એપથી ટ્રેનની માહિતી કેવી રીતે મેળવવી ?

  • સૌથી પહેલા Google Play Store કે Apple App Store માંથી NTES એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો .
  • હવે એપ ખોલીને Spot Your Train વિકલ્પ પર ક્લિક કરો . 
  • ત્યારબાદ તમારી ટ્રેનનું નામ અથવા નંબર લખો.
  • હવે Show Instance પર ટેપ કરો 
  • ત્યાર પછી તમારી ટ્રેનની તમામ માહિતી સ્ક્રીન પર જોવા મળશે . રૂટ મેપ જોવા માટે તેના પર ટેપ કરો .

NTES વેબસાઈટ પરથી લાઈવ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું ?

  • સૌથી પહેલા NTESની સત્તાવાર વેબસાઈટ ખોલો .
  • ડાબી બાજુ આપેલા Spot Your Train વિકલ્પ પર ક્લિક કરો .
  • હવે ટ્રેનનું નામ અથવા નંબર દાખલ કરો અને યોગ્ય ટ્રેન પસંદ કરો .
  • ત્યારબાદ મુસાફરી શરૂ થયેલી તારીખ પસંદ કરો .
  • હવે તમારી ટ્રેનનું લાઈવ સ્ટેટસ , રૂટ અને અન્ય જરૂરી માહિતી સ્ક્રીન પર જોવા મળશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8,000mAh બેટરી અને 50MP કેમેરા સાથેનો Realme 16T 5G સેલમાં થયો સસ્તો
  2. iQOO Z11 Lite પર મળશે ભારે ડિસ્કાઉન્ટ : Amazon Great Freedom Sale
  3. સ્ટેશન પર દોડાદોડ નહીં ! NTESથી જાણો ટ્રેનનું પ્લેટફોર્મ અને લાઈવ સ્ટેટસ
  4. ઓછી કિંમતે ખરીદો પ્રીમિયમ ટેબ્લેટ ! Amazon Great Freedom Saleમાં મળી રહી છે શાનદાર ઓફર્સ
  5. Amazon સેલમાં પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાની તક , Xiaomi 17T અને Galaxy S25 5G પર ભારે ઓફર્સ
  6. AI ફિચર્સવાળા OLED TV ખરીદવાની તક ! Amazon સેલમાં લાખો રૂપિયાની બચત
  7. Google Pixel 6a સસ્તામાં ખરીદવાની તક , Amazon સેલમાં જંગી ઓફર સાથે ઉપલબ્ધ
  8. Moto G Max લોન્ચ ડેટ કન્ફ્રર્મ! Snapdragon 6s Gen 4, 120Hz ડિસ્પ્લે અને IP64 રેટિંગ મળશે
  9. લોન્ચ પહેલા Motorola Edge 70 Neoની ડિઝાઈન આવી સામે , ચાર કલરમાં જોવા મળશે ફોન
  10. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »