પાસવર્ડ ભૂલી ન જતા , પડી શકે છે મોંઘુ Samsung One UI 9.0માં ડેટા ગુમાવવાનો ખતરો

Samsung One UI 9.0 માં કુલ 13 નિષ્ફ્ળ અનલૉક પ્રયાસોની મર્યાદા રાખવામાં આવી છે

પાસવર્ડ ભૂલી ન જતા , પડી શકે છે મોંઘુ Samsung One UI 9.0માં ડેટા ગુમાવવાનો ખતરો

Photo Credit: istock/megaflopp

Samsung One UI 9.0 માં કુલ 13 નિષ્ફ્ળ અનલૉક પ્રયાસોની મર્યાદા રાખવામાં આવી છે

હાઇલાઇટ્સ
  • One UI 9.0 પર ચાલતા સ્માર્ટફોન અને અન્ય ડિવાઈસ માટે લૉક - સ્ક્રીનની સુરક્
  • One UI 9.0 માં કુલ 13 નિષ્ફ્ળ અનલૉક પ્રયાસોની મર્યાદા રાખવામાં આવી
  • નક્કી કરેલી મર્યાદા સુધી પણ ફોન અનલૉક ન થાય, તો તેને ફેક્ટરી રીસેટ કરવો
જાહેરાત

સેમસંગે  One UI 9.0 પર ચાલતા સ્માર્ટફોન અને અન્ય ડિવાઈસ માટે લૉક - સ્ક્રીનની સુરક્ષામાં મોટો ફેરફાર કર્યો છે . હવે જો કોઈ યુઝર્સ વારંવાર ખોટો પાસવર્ડ , પિન કે પેટર્ન નાખે છે , તો ફોનને અનલૉક કરવો વધુ મુશ્કેલ બની જશે . સૌથી અગત્યની વાત એ છે કે જો નક્કી કરેલી મર્યાદા સુધી પણ ફોન અનલૉક ન થાય, તો તેને ફેક્ટરી રીસેટ કરવો પડશે , જેના કારણે ફોનમાં રહેલો તમામ  ડેટા ડિલીટ થઈ જશે . તેથી તમને સમયસર ડેટાનો બેકઅપ રાખવો ખુબ જ જરૂરી છે .

કેટલી વખત સુધીની તક ?

સેમસંગે તેની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે  One UI 9.0 માં કુલ 13 નિષ્ફ્ળ અનલૉક પ્રયાસોની મર્યાદા રાખવામાં આવી છે . શરૂઆતના 5 ખોટા પ્રયાસો પછી ફોન 1 મિનિટ માટે લૉક થઈ જશે . ત્યારબાદ દરેક ખોટા પ્રયાસ પછી તમને રાહ જોવી પડશે .જેમ કે , 6 ખોટા પ્રયાસ પછી 5 મિનિટની રાહ જોવી પડશે , 7માં ખોટા  પ્રયાસ પછી 15 મિનિટ , 8માં ખોટા પ્રયાસ પછી 30 મિનિટ , 9માં ખોટા પ્રયાસ પછી 90 મિનિટ , 10માં ખોટા પ્રયાસ પછી 4 કલાક , 11માં ખોટા પ્રયાસ પછી 12 કલાક અને 12માં ખોટા પ્રયાસ પછી 24 કલાકની રાહ જોવી પડશે , જો 13મો પ્રયાસ પણ ખોટો પડે તો ફોન કાયમી રીતે લોક થઈ જશે . ત્યારબાદ તેને ફૂલ  ફક્ત ફેક્ટરી રીસેટ કરીને ઉપયોગમાં લઈ શકાશે .

એક જ ખોટો પિન વારંવાર નાખવાથી શું થશે ?

સેમસંગે તેની  નવી સિસ્ટમમાં એક સ્માર્ટ ફીચર પણ ઉમેર્યું છે . જો કોઈ યુઝર એક જ ખોટો પિન અથવા પેટર્ન વારંવાર દાખલ કરે તો તેને અલગ - અલગ ગણવામાં નહીં આવે . પરંતુ જો દરેક વખતે અલગ ખોટો પિન કે પેટર્ન દાખલ કરશો , તો પ્રયાસોની સંખ્યા વધતી જશે .

કંપનીએ પણ જણાવ્યું છે કે જયારે યુઝર્સ મર્યાદાની નજીક પહોંચશે ત્યારે સ્ક્રીન પર બાકી રહેલા પ્રયાસોની ચેતવણી પણ દેખાશે . સેમસંગે તેના યુઝર્સને સલાહ આપતા કહ્યું છે કે મહત્વનો ડેટા સુરક્ષિત રાખવા માટે નિયમિત રીતે Samsung Cloud અથવા Smart Switch દ્રારા બેકઅપ લેતા રહેવું જોઈએ .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo S2 લોન્ચ પહેલા ડિઝાઈન આવી સામે , ઓગસ્ટમાં થઈ શકે છે લોન્ચ
  2. Ugreen 100W Mini Ice GaN ચાર્જર આવ્યું બજારમાં , લેપટોપ સહિત અનેક ડિવાઈસ કરશે ઝડપથી ચાર્જ
  3. પાસવર્ડ ભૂલી ન જતા , પડી શકે છે મોંઘુ Samsung One UI 9.0માં ડેટા ગુમાવવાનો ખતરો
  4. સ્માર્ટ ગ્લાસીસ હવે રહેશે ઠંડા અને હળવા , xMEMSના માઈક્રો - ફેન અને Sycamore સ્પીકર્સથી મળશે મોટો ફાયદો
  5. શું મેમરી ચિપની અછત હવે દૂર થશે ? જાણો નવો અપડેટ
  6. Vivo X300e લોન્ચનો કાઉન્ટડાઉન પૂરો , જાણો ફોનના તમામ સંભવિત ફીચર્સ
  7. ટ્રેનમાં મળતી બેડશીટ થશે વધુ સ્વચ્છ , ભારતીય રેલવેએ શરૂ કરી AI આધારિત તપાસ
  8. Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5C રજૂ કર્યો , 45 મિનિટની ક્લીનિંગ અને હોટ એર ડ્રાયિંગની સુવિધા
  9. આ અઠવાડિયે OTT પર રિલીઝ થયેલી નવી ફિલ્મો અને વેબ સિરીઝ
  10. Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »