એપલે સોમવારે તેના WWDC 2026 ની શરૂઆત કરી .
Photo Credit: Apple
WWDC 2026 એ Apple Intelligence ઇન્ટિગ્રેશન સાથે iOS 27 રજૂ કરે છે .
એપલે સોમવારે તેની વાર્ષિક વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ ( WWDC 2026 ) ની શરૂઆત કરી . આ વર્ષે કંપનીએ AI ( આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ) પર ખાસ ભાર મુક્યો છે . નવી AI આધારિત Siri અને Appleના ઈકોસિસ્ટમમાં Google Geminiનું એકીકરણ કંપનીના AI ક્ષેત્રમાં અત્યાર સુધીના સૌથી મોટા પગલાં માનવામાં આવે છે . ચાલો WWDC 2026માં થયેલી 10 મોટી જાહેરાતો પર એક નજર કરીએ .
1. iOS 27 લોન્ચ :
એપલે iOS 27 રજૂ કર્યું છે , જેમાં વધુ સારું પ્રદર્શન , નવી AI સુવિધાઓ અને Apple Intelligenceનું વધુ મજબૂત એકીકરણ આપવામાં આવ્યું છે .
2. નવી AI Siri :
Siriને સમ્પૂર્ણપણે નવા અંદાજમાં રજૂ કરવામાં આવી છે . હવે તે વધુ કુદરતી રીતે વાતચીત કરી શકે છે , સમજી શકે છે અને એપ્સ સાથે વધુ સારી રીતે કામ કરી શકે છે .
3. Google Geminiનું સંયોજન :
નવી Siri હવે Googleના Gemin AI મોડલથી સંચાલિત થશે , જે Apple અને Google વચ્ચેની મહત્વપૂર્ણ AI ભાગીદારી છે .
4. Siri માટે અલગ AI એપ :
Siri હવે માત્ર વોઈસ આસિસ્ટન્ટ નહીં રહે . તેને ચેટબોટ જેવી નવી એપ મળશે , જેમાં વાતચીતનો ઇતિહાસ અને વધુ સ્માર્ટ ઇન્ટરએક્શન મળશે .
5. વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સમાં સુધારો :
Siri હવે સ્ક્રીન અથવા કેમેરા સામે દેખાતી વસ્તુઓને સમજી શકશે અને તેના આધારે મદદ કરી શકશે .
6. AI આધારિત ફોટો એડિટિંગ :
ફોટોઝ એપમાં હવે ઓબ્જેક્ટ દૂર કરવા , સીનને વધારવા , ફોટોને ફરીથી ફ્રેમ કરવા અને ક્લીનઅપ કરવા જેવી અદ્યતન AI સુવિધાઓ મળશે .
7. લિક્વિડ ગ્લાસ ડિઝાઈન અપડેટ :
Apple એ તેની લિક્વિડ ગ્લાસ ડિઝાઈનમાં સુધારા કર્યા છે , જેમાં વધુ કસ્ટમાઈઝેશન અને ગોપનીયતા નિયંત્રણો આપવામાં આવ્યા છે .
8. કુદરતી ભાષામાં શોર્ટકટ્સ :
હવે યુઝર્સ સામાન્ય ભાષામાં સૂચના આપીને સરળતાથી ઓટોમેશન અને શોર્ટકટ્સ બનાવી શકશે .
9. બાળકો માટે વધુ સુરક્ષા :
નવા પેરેંટલ કંટ્રોલ્સ , કન્ટેન્ટ ફિલ્ટરિંગ , સ્ક્રીન ટાઈમ સુધારા અને સેફ બ્રાઉઝિંગ ટૂલની જાહેરાત કરવામાં આવી છે .
10.તમામ એપ્સમાં Apple Intelligence AI સુવિધાઓ હવે Safari , Mail , Photos, Notes , Reminders, Passwords અને Spotlight Search જેવી એપ્સમાં વધુ સારી રીતે જોડવામાં આવી છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy S27 Listed on GSMA Database With Model Number Several Months Ahead of Anticipated Release: Report