કૂલપેડે ચીનમાં એક નવો બજેટ સ્માર્ટફોન ,Coolpad Cool 80 લોન્ચ કર્યો છે
Photo Credit: Coolpad
Coolpad Cool 80 માં 90Hz ડિસ્પ્લે અને Helio G99 પ્રોસેસર છે .
કૂલપેડે તેના હોમ માર્કેટમાં નવો બજેટ સ્માર્ટફોન Cool 80 લોન્ચ કર્યો છે . આ ફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે લાવવામાં આવ્યો છે , જે ઓછી કિંમતે સારો ડિસ્પ્લે , યોગ્ય પરફોર્મન્સ અને સ્ટાઈલિશ ડિઝાઈન ઈચ્છે છે . કંપનીએ આ ડિવાઇસને એન્ટ્રી - લેવલ સેગમેન્ટને ધ્યાનમાં રાખીને રજૂ કર્યો છે . ખાસ વાત એ છે કે ફોનની પાછળની ડિઝાઇન થોડીક iPhone જેવી લાગે છે , જોકે તેનો કેમેરા મોડયુલ લેઆઉટ અલગ છે . આ ફોન ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે .
કંપનીએ Coolpad Cool 80 ને 6GB RAM અને 128GB સ્ટોરેજ સાથે સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે . તેની કિંમત 819 યુઆન , એટલે કે અંદાજે રૂપિયા 11,500 રાખવામાં આવી છે . આ ફોન Rock Sand Black, Dune Orange અને Goss White જેવા ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે . હાલ આ સ્માર્ટફોન ચીન માં વેચાણ માટે ઉપલબ્ધ છે , જયારે ગ્લોબલ માર્કેટમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગેની કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી .
આ ફોનમાં 6.7 ઇંચની IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જે HD + રિઝોલ્યુશન અને 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે . ડિસ્પ્લેમાં પંચ- હોલ ડિઝાઈન આપવામાં આવી છે , જેના કારણે તેનો લુક થોડો પ્રીમિયમ લાગે છે . ફોનનું માપ 168.5 x 76.3 x 8.2mm છે .
પરફોર્મન્સ માટે આ સ્માર્ટફોનમાં Media Tek Helio G99 પ્રોસેસર આપવામાં આવ્યું છે . તેમાં 6GB ફિઝિકલ રેમ સાથે 8GB સુધી વર્ચ્યુઅલ રેમ નો સપોર્ટ પણ છે . સ્ટોરેજ માટે 128GB ઇન્ટરનલ મેમરી મળે છે , જેને microSD કાર્ડ ની મદદથી વધારી શકાય છે .
ફોટોગ્રાફી માટે આ ફોનમાં 13MP નો રિયર કેમેરા આપવામાં આવ્યો છે , જયારે 5MP નો ફ્રન્ટ કેમેરા છે જે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ઉપયોગી છે . જોકે કેમેરા સેટઅપ બહુ હાઈ એન્ડ નથી , પરંતુ દૈનિક ઉપયોગ માટે બરોબર છે .
હવે વાત કરીએ બેટરીની, તો હાલમાં બેટરી વિશે કોઈ ખાસ જાણકારી બાહર પાડવામાં આવી નથી . રિપોર્ટ્સ મુજબ તેમાં 4,000mAh બેટરી અને 10W ચાર્જિંગ સપોર્ટ હોઈ શકે છે , પરંતુ કંપની તરફથી તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી .
જાહેરાત
જાહેરાત
Capcom Spotlight Broadcast Announced for June 25; Onimusha: Way of the Sword to Get New Look