આ ડિવાઈસ Android 16 આધારિત MagicOS 10 પર કામ કરે છે
Photo Credit: Honor
Honor X7e Plus 5Gમાં 6.87 ઈંચનું TFT LCD HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.
Honor એ પોતાના નવા Honor X7e Plus 5G સ્માર્ટફોનને કતારના બજારમાં રજૂ કર્યો છે . આ ફોન મોટી બેટરી , AI આધારિત ફીચર્સ અને મજબૂત ડિઝાઈન સાથે આવે છે . તેમાં Snapdragon 4 Gen 4 પ્રોસેસર , 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને 45વ ફાસ્ટ ચાર્જિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે . કંપનીએ તેને IP68, IP69 અને IP69K જેવી ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ પણ આપી છે .
Honor X7e Plus 5Gનો 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ કતારમાં QAR 999 ( આશરે 26,000)માં લોન્ચ થયો છે . સ્માર્ટફોનને Desert Gold , Velvet Black અને Meteor Silver એમ ત્રણ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે .
Honor X7e Plus 5Gમાં 6.87 ઈંચનું TFT LCD HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જેનું રિઝોલ્યુશન 1592 x 720 પિક્સલ છે . ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ , 1020 nits પીક બ્રાઇટનેસ અને Eye Comfort Modeને સપોર્ટ કરે છે , જેથી લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન આંખો પર ઓછો ભાર પડે .
પરફોર્મન્સ માટે સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 4 Gen 4 ચિપસેટ આપવામાં આવ્યો છે . ફોનમાં 8GB RAM અને 256GB સુધીનું સ્ટોરેજ મળે છે . આ ડિવાઈસ Android 16 આધારિત MagicOS 10 પર કામ કરે છે . આ ઉપરાંત તેમાં AI Memory, Circle to Search, AI Eraser અને AI Summary સહિત અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે .
ફોટોગ્રાફી માટે ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને તેની સાથે એક સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળે છે .
પાવર માટે Honor X7e Plus 5Gમાં 8100mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . ફોનમાં સ્ટીરીયો સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે . તેની સાથે IP68, IP69 અને IP69K રેટિંગ તેમજ ક્રશ રેઝિસ્ટન્સ સર્ટિફિકેશન મળવાથી આ સ્માર્ટફોન વધુ ટકાઉ બને છે . આ ફોનનું વજન 216.5 ગ્રામ છે અને તેની જાડાઈ 8.3mm છે .
જાહેરાત
જાહેરાત
Oppo Find X10 Series Leak Reveals Chipset, Display Details; Find X10 Pro Max Tipped to Get Dimensity 9600 Pro
Samsung Galaxy Z Fold 8, Z Fold 8 Ultra, Z Flip 8, Galaxy Watch 9 Prices Leak Ahead of Galaxy Unpacked