મોટી બેટરી અને મજબૂત ડિઝાઈન સાથે Oppo F33 Pro 5G આવવાની તૈયારીમાં

Oppo F33 Pro 5G માં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ હશે , જેમાં 50MP મુખ્ય સેન્સર અને 2MP ડેપ્થ સેન્સરનો સમાવેશ થાય છે

મોટી બેટરી અને મજબૂત ડિઝાઈન સાથે Oppo F33 Pro 5G આવવાની તૈયારીમાં

Photo Credit: Oppo

Oppo F33 Pro 5G મિસ્ટી ફોરેસ્ટ , સ્ટેરી બ્લુ અને પેશન રેડ શેડ્સમાં ઉપલબ્ધ થશે .

હાઇલાઇટ્સ
  • Oppo 15 એપ્રિલે ભારતમાં તેની નવી F33 સિરીઝ લોન્ચ કરવા તૈયાર
  • આ સિરીઝની કિંમત ભારતના મિડ રેન્જ સેગમેન્ટમાં રાખવામાં આવશે
  • Oppo F33 Pro 5G માં 6.57 ઈંચનું ફ્લેટ AMOLED ડિસ્પ્લે
જાહેરાત

Oppo 15 એપ્રિલે ભારતમાં તેની નવી F33 સિરીઝ લોન્ચ કરવા તૈયાર છે . આ લાઇનઅપમાં Oppo F33 5G  અને Oppo F33  Pro 5G  જેવા બે સ્માર્ટફોન શામેલ રહેશે . કંપનીએ સત્તાવાર રીતે લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે અને ટીઝર દ્રારા કેટલીક મુખ્ય વિશેષતાઓની માહિતી પણ આપી છે .આ  ફોનની મજબૂત ડિઝાઈન  , IP69K રેટિંગ , 50MP કેમેરા અને 7,000mAh બેટરી સાથે 80W ફાસ્ટ ચાર્જિંગ જેવી સુવિધાઓ મળવાની અપેક્ષા છે . Oppo F33 5G  અને Oppo F33 Pro  5G  ની કિંમત   રૂપિયા  25,000 થી રૂપિયા 35,000 વચ્ચે હોઈ શકે છે


 Oppo F33 5G  સિરીઝની કિંમત ભારતમાં 
આ સિરીઝની કિંમત ભારતના મિડ રેન્જ સેગમેન્ટમાં રાખવામાં આવશે . અહેવાલો મુજબ , Oppo F33 5G  અને Oppo F33 Pro  5G  ની કિંમત   રૂપિયા  25,000 થી રૂપિયા 35,000 વચ્ચે હોઈ શકે છે . આ બંને ફોન્સની ચોક્કસ કિંમત લોન્ચ ઇવેન્ટ દરમિયાન જાહેર કરવામાં આવશે .

Oppo F33 5G  સિરીઝ સ્પેસિફિકેશન્સ 
ડિઝાઈન 
Oppo F33 સિરીઝને લાંબા સમય સુધી ટકી રહે તેવું ડિઝાઈન કરવામાં આવ્યું છે . આ સ્માર્ટફોન IP69K રેટિંગ સાથે આવશે , જે તેને ધૂળ અને પાણી સામે  વધુ  સુરક્ષિત બનાવે છે . તે વધારે તાપમાન , પાણીના છાંટા કે કાટ જેવા પરિસ્થિતિઓનો સામનો કરી શકશે . 

આ ફોનમાં એરોસ્પેસ - ગ્રેડ એલ્યુમિનિયમ ફ્રેમ અને જાડું પ્રોટેક્ટિવ ગ્લાસ આપવામાં આવશે . 360 ડિગ્રી આર્મર બોડી તેને વધુ મજબૂત બનાવશે .   Oppo F33 Pro  5G માં ફ્લેટ ડિઝાઈન , રિંગ LED ફ્લેશ અને લંબચોરસ કેમેરા મોડયુલ જોવા મળશે . તે મિસ્ટી ફોરેસ્ટ , સ્ટેરી બ્લુ અને પેશન રેડ કલરમાં ઉપલબ્ધ થશે  .

ડિસ્પ્લે 
 Oppo F33 Pro  5G માં 6.57 ઈંચનું ફ્લેટ AMOLED ડિસ્પ્લે મળવાની શક્યતા છે . આ ડિસ્પ્લે વધુ સ્પષ્ટ અને કલરફુલ વિઝ્યુઅલ્સ આપશે , જોકે અન્ય સ્પેસિફિકેશન્સ  હજુ સીધી જાહેર કરવામાં આવ્યા નથી .

પરફોર્મન્સ 
આ સ્માર્ટફોન Media Tek  6360 મેક્સ પ્રોસેસર પર ચાલશે તેવી અપેક્ષા છે . સાથે જ તેમાં ColorOS 16 યુઝર ઇન્ટરફેસ મળશે , જે Android 16 પર આધારિત  હશે . આ કોમ્બિનેશન ઝડપી અને સ્મૂથ પરફોર્મન્સ આપવાની ખાતરી આપે છે .

કેમેરા 
 Oppo F33 Pro  5G માં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ હશે , જેમાં 50MP મુખ્ય કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર શામેલ હશે , સેલ્ફી માટે 50MP અલ્ટ્રા વાઈડ  ફ્રન્ટ કેમેરા  આપવામાં આવશે  , જેમાં ઓટોફોક્સ અને 100 ડિગ્રી ફીલ્ડ વ્યુ મળશે . 

ફોટોગ્રાફી માટે તેમાં ડયુઅલ વ્યુ વિડીયો , AI પોટ્રેટ  ગ્લો , સ્ટુડિયો લાઈટ અને અન્ય એડવાન્સ ફીચર્સ પણ આપવામાં આવશે .

બેટરી અને ચાર્જિંગ 
Oppo F33 સિરીઝમાં 7,000mAh ની મોટી બેટરી મળશે , જે લાંબા સમય સુધી ઉપયોગ માટે યોગ્ય છે કંપનીનો દાવો છે કે બેટરી 1,830 ચાર્જ  ચક્ર પછી  પણ 80% ક્ષમતા જાળવી શકે છે .

આ ફોનમાં 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ , રિવર્સ ચાર્જિંગ અને બાયપાસ ચાર્જિંગ જેવી સુવિધાઓ મળશે . સાથે જ નવી ઓટો રિપેરિંગ ઇલેક્ટ્રોલાઇટ  ટેક્નોલોજી બેટરીની લાઈફને લાંબા સમય સુધી જાળવવામાં મદદ  કરશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. આધાર એપથી મિનિટોમાં બદલો તમારું સરનામું આધાર કેન્દ્ર જવાની જરૂર નહીં
  2. ભ્રષ્ટ રાજકારણી સામે સસ્પેન્ડેડ પોલીસ અધિકારીની જંગ ,' માર્ક ' માં મળશે એક્શન અને સસ્પેન્સનો ડોઝ 
  3. માત્ર રૂપિયા 1849 થી શરૂ થાય છે Vi ના એક વર્ષના પ્લાન , વારંવાર રિચાર્જની ઝંઝટથી મળશે રાહત
  4. 11,000W કૂલિંગ ક્ષમતા અને HyperOS Connect સપોર્ટ સાથે આવ્યું Xiaomi નું નવું સ્માર્ટ AC
  5. 50MP કેમેરા અને 120Hz AMOLED ડિસ્પ્લે સાથે Samsung Galaxy A26 5G સસ્તી કિંમતે ઉપલબ્ધ
  6. કાગળની જગ્યાએ પ્લાસ્ટિક નોટો ! જાણો પોલિમર કરન્સીના ફાયદા અને ખાસિયતો
  7. કેપ્ટન પ્રાઈસની વાપસી સાથે Modern Warfare 4 માં મળશે નવી સ્ટોરી અને DMZ મોડ
  8. ફ્લેગશિપ ફોન હવે સસ્તામાં , Samsung Galaxy S24 5Gની કિંમતમાં મોટો ઘટાડો 
  9. ફોટો બ્લર થઈ ગયો ? Google Photos ના Photo Unblur ટૂલથી મિનિટોમાં કરો સુધારો
  10. Xiaomi 17T Pro માં Dimensity 9500 ચિપ અને 100W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »