Xiaomi 17T હવે વધુ સસ્તો , એક્સચેન્જ ઓફરથી રૂપિયા 38,300 સુધીની બચત

Xiaomiએ ગયા મહિને ભારતીય બજારમાં પોતાનો પ્રીમિયમ સ્માર્ટફોન Xiaomi 17T લોન્ચ કર્યો હતો . હવે આ સ્માર્ટફોન Amazon પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે વેચાણ માટે ઉપલબ્ધ છે .

Xiaomi 17T હવે વધુ સસ્તો , એક્સચેન્જ ઓફરથી રૂપિયા 38,300 સુધીની બચત

Photo Credit: Xiaomi

Xiaomi 17Tમાં 6.59 ઇંચની 1.5K OLED ડિસ્પ્લે મળે છે .

હાઇલાઇટ્સ
  • ગયા મહિને ભારતીય બજારમાં પોતાનો પ્રીમિયમ સ્માર્ટફોન Xiaomi 17T લોન્ચ કર્ય
  • ફોટોગ્રાફી માટે Xiaomi 17Tમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો
  • ફોનમાં 6.59 ઇંચની 1.5K OLED ડિસ્પ્લે આપવામાં આવી છે
જાહેરાત

Xiaomi એ ગયા મહિને ભારતીય બજારમાં પોતાનો પ્રીમિયમ સ્માર્ટફોન Xiaomi 17T લોન્ચ કર્યો હતો . હવે આ સ્માર્ટફોન Amazon પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે વેચાણ માટે ઉપલબ્ધ છે . જો તમે નવો ફ્લેગશિપ ફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો હાલની ઓફર્સ તમને સારી બચત કરાવી શકે છે . બેંક ડિસ્કાઉન્ટ ઉપરાંત એક્સચેન્જ ઓફરનો લાભ પણ ઉપલબ્ધ છે .

Xiaomi 17T ઓફર કિંમત :

Amazon પર Xiaomi 17Tના 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 59,999 રાખવામાં આવી છે . SBI ક્રેડિટ કાર્ડ દ્રારા પેમેન્ટ કરનાર ગ્રાહકોને રૂપિયા 5000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 54,999 થઈ જાય છે . આ ઉપરાંત , જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરવાથી રૂપિયા 38,300સુધીનો વધારાનો લાભ મળી શકે છે . જોકે , એક્સચેન્જની વાસ્તવિક કિંમત તમારા જુના ફોનના મોડલ અને તેની સ્થિતિ પર આધાર રાખશે .

Xiaomi 17T ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

ફોનમાં 6.59 ઇંચની 1.5K OLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 2756x 1268 પિક્સલ રિઝોલ્યુશન , 120Hz રિફ્રેશ રેટ અને 3,500 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . પ્રોસેસિંગ માટે તેમાં MediaTek Dimensity 8500 Ultra ઓક્ટા - કોર ચિપસેટ આપવામાં આવ્યો છે . સ્માર્ટફોન Android 16 આધારિત Xiaomi HyperOS 3 પર કામ કરે છે .

પાવર માટે ફોનમાં 6,500mAhની બેટરી આપવામાં આવી છે , જે 67W HyperCharge ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . આ મોટી બેટરી લાંબા સમય સુધી ઉપયોગ માટે યોગ્ય સાબિત થઈ શકે છે .

ફોટોગ્રાફી માટે Xiaomi 17Tમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . તેમાં 50MP Light Fusion મુખ્ય કેમેરા OIS સાથે , 50MP 5x પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા OIS સાથે અને 12MP અલ્ટ્રા - વાઈડ કેમેરા સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, Wi-Fi 6 , Bluetooth 6.0 , NFC, GPS અને  USB Type-C જેવા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે . પ્રીમિયમ ડિસ્પ્લે , શક્તિશાળી પ્રોસેસર , મોટી બેટરી અને કેમેરા સિસ્ટમ સાથે ડિસ્કાઉન્ટ ઓફર Xiaomi 17Tને આકર્ષક વિકલ્પ બનાવે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Xiaomi 17T હવે વધુ સસ્તો , એક્સચેન્જ ઓફરથી રૂપિયા 38,300 સુધીની બચત
  2. Facebook Messengerમાં Secret Conversations ફીચરનો ઉપયોગ કરવાની સરળ રીત
  3. Hisense A10માં E - Ink સ્ક્રીન અને અલગ કરી શકાય તેવી ડિસ્પ્લે , જાણો ખાસિયતો
  4. Acer Sospiro A15માં 5000mAh બેટરી અને Android 16 , જાણો તમામ ફીચર્સ
  5. પબ્લિક Instagram ફોટોથી AI ઈમેજ બનાવતું Metaનું ફીચર હટાવાયું
  6. Apple Siliconમાં મોટો ફેરફાર , M7 Ultra ચિપથી AI પર રહેશે ખાસ ફોક્સ
  7. YouTube પર Adsથી મળશે રાહત , DuckDuckGo એ લોન્ચ કર્યું બિલ્ટ - ઈન Ad Blocker
  8. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  9. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  10. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »