ઇલેક્ટ્રિક SUVમાં સેફટી માટે 2 ADAS , 6 એરબેગ્સ , 360 ડિગ્રી કેમેરા , ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક આપવામાં આવી છે
ઇલેક્ટ્રિક SUV માટે બે બેટરી - 42kWh અને 51.4kWhના વિકલ્પ છે .
ભારતીય બજારમાં Kia એ પોતાની નવી Syros EV રજૂ કરી છે . આ ઇલેક્ટ્રિક SUV દેખાવામાં પેટ્રોલ - ડીઝલ ( ICE ) મોડલ જેવી જ લાગે છે , પરંતુ તેમાં ફ્રન્ટ ફેન્ડર પર ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યો છે . કંપનીએ આ EV માટે બુકિંગ પણ શરૂ કરી દીધી છે . ગ્રાહકો રૂપિયા 25,000ની ટોકન રકમ આપીને તેને બુક કરાવી શકે છે .
Kia Syros EVને HTK, HTK+, HTX, HTX+ અને X-Line એમ કુલ પાંચ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે . તેમાં 42kWh અને 51.4KWh એમ બે બેટરી પેકનો વિકલ્પ મળે છે . કંપનીનો દાવો છે કે 51.4kWh બેટરી પેક સાથે આ SUV ARAI મુજબ 520 કિમીથી વધુની રેન્જ આપે છે , જયારે 42kWh બેટરી વેરિઅન્ટ એક ચાર્જમાં લગભગ 443 કિમી સુધી ચાલી શકે છે .
આ SUVને Glacier White Pearl, Frost Blue, Gravity Grey, Pewter Olive, Magma Red, Ivory Silver Matte, Ivory Silver Gloss અને Aurora Black Pearl સહિત અનેક કલરોમાં ખરીદી શકાય છે .
Kia Syros EVમાં 12.3 ઈંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર , 12.3 ઇંચની ઈન્ફોટેઈનમેન્ટ સ્ક્રીન અને 5 ઈંચનું ક્લાઈમેટ કંટ્રોલ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે . તેમાં Apple CarPlay, Android Auto , વાયરલેસ ચાર્જર અને 8 સ્પીકર Harman Kardon સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ મળે છે . આ ઉપરાંત પાવર્ડ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ તેમજ સ્લાઈડિંગ , રિક્લાઈનિંગ અને વેન્ટિલેટેડ રિયર સીટ્સ પણ આપવામાં આવી છે .
સેફટી માટે Kia Syros EVમાં Level 2 ADAS , 6 એરબેગ્સ , 360 ડિગ્રી કેમેરા , ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવી સુવિધાઓ આપવામાં આવી છે . ઉપરાંત તેમાં પેનોરામિક સનરૂફ , 64 કલર એમ્બિયન્ટ લાઈટિંગ અને ડયુઅલ કેમેરા ડેશકેમ પણ આપવામાં આવ્યા છે .
ભારતમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોની માંગ ઝડપથી વધી રહી છે . જૂન મહિનામાં EVના વેચાણમાં આશરે 108 ટકાનો વધારો નોંધાયો હતો . કુલ પેસેન્જર વાહન બજારમાં EVનો હિસ્સો વધીને 7.7 ટકા થયો છે , જયારે ગયા વર્ષે આ જ સમયગાળામાં તે 4.6 ટકા હતો .
Tata Motors એ જૂનમાં 12,187 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું , જે ગયા વર્ષની સરખામણીએ 126 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે . કંપનીના જણાવ્યા અનુસાર , જૂન દરમિયાન મળેલી દરેક ત્રણ નવી બુકિંગમાંથી એક બુકિંગ EV માટે હતી .
જાહેરાત
જાહેરાત