ભારતનું PFBR પ્રથમ ક્રિટિકલિટી હાંસલ કરે છે : પરમાણુ ઉર્જામાં મોટી સિદ્ધિ

તમિલનાડુમાં પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિએકટરએ તેની પ્રથમ ક્રિટિકલિટી હાંસલ કરી છે

ભારતનું PFBR પ્રથમ ક્રિટિકલિટી હાંસલ કરે છે : પરમાણુ ઉર્જામાં મોટી સિદ્ધિ

Photo Credit: Unsplash/Nicolas Hippert

PFBR એ ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ દ્રારા વિકસાવવામાં આવ્યું હતું .

હાઇલાઇટ્સ
  • ભારતે તેના પરમાણુ કાર્યક્ર્મમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી
  • મંગળવારે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએકટર (PFBR) એ પ્રથમ ક્રિટિકલિટી હાંસલ
  • પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએકટર તમિલનાડુના કલ્પક્કમ ખાતે સ્થિત
જાહેરાત

ભારતે તેના પરમાણુ કાર્યક્ર્મમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે . મંગળવારે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએકટર (PFBR) એ પ્રથમ  ક્રિટિકલિટી હાંસલ કરી છે  , જે એવો તબક્કો છે જ્યાં રિએક્ટર પોતે વાપરે છે તેનાથી વધુ ઇંધણ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે . હવે PFBR સતત પરમાણુ પ્રતિક્રિયા જાળવી રાખવા સક્ષમ બન્યું છે , જેના કારણે ભારતના વિશાળ થોરિયમ ભંડારનો ઉપયોગ કરવાની દિશામાં આગળ વધવાનો રાસ્તો ખુલ્લો કર્યો છે . આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી એ આ સિદ્ધિને ભારતના નાગરિક પરમાણુ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યો અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોને અને  બીજા બધાને અભિનંદન આપ્યા .

ભારતનું  PFBR પ્રથમ ક્રિટિકલિટી  પ્રાપ્ત કરે છે 
1) ફાસ્ટ બ્રીડર રિએકટર શું છે 

દેશમાં સ્વદેશી રીતે વિકસિત પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએકટર તમિલનાડુના કલ્પક્કમ ખાતે સ્થિત છે . ફાસ્ટ બ્રીડર રિએકટર એવો પરમાણુ રિએકટર છે , જે  વીજળી ઉત્પન્ન કરતી વખતે વપરાશ કરતાં વધુ ફિસાઈલ મટિરિયલ ઉત્પન્ન કરે છે . તે થર્મલ રિએકટરથી અલગ છે કારણ કે તે ઝડપી ન્યુટ્રોનનો ઉપયોગ કરીને ચેઇન રિએક્શન જાળવી રાખે છે .

2) પ્રથમ ક્રિટિકલિટી 
પરમાણુ વિજ્ઞાનમાં , જયારે રિએકટર કોર સ્વ નિર્ભર સ્થિતિમાં પહોંચે છે ત્યારે તેને  પ્રથમ ક્રિટિકલિટી  કહેવાય . સરળ શબ્દોમાં કહીએ તો જ્યાં જુદા પાડવાની પ્રક્રિયામાં ઉત્પન્ન થતા ન્યુટ્રોન અને  જતા થયેલા ન્યુટ્રોન વચ્ચે સંતુલન બને છે . આ સિદ્ધિ રિએક્ટરની સુરક્ષા અને કાર્ય કરવાની ક્ષમતા માટે મહત્વપૂર્ણ છે .

3)PFBR 
Indira Gandhi Centre for Atomic Research દ્રારા વિકસિત PFBR યુરેનિયમ- પ્લૂટોનિયમ મિશ્રિત ઓક્સાઇડ (MOX ) ઇંધણનો ઉપયોગ કરે છે . તેમાં સોડિયમ ઠંડક માટે વપરાય છે , જેના કારણે વધારે તાપમાનમાં પણ આસાનીથી કામ કરી શકાય છે . આ રિએકટર " બંધ ઇંધણ ચક્ર " સિસ્ટમ પર આધારિત છે , જેમાં વપરાયેલ ઈંધણને ફરીથી પ્રક્રિયા કરીને ફરી ઉપયોગમાં લેવામાં આવે છે .

4) ભારતનો પરમાણુ ઉર્જા લેન્ડસ્કેપ 
ભારતનું પરમાણુ ઉર્જા ક્ષેત્રે સતત વિકસી રહ્યું છે . હાલમાં દેશ લગભગ 8.78 ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરે છે . ગયા વર્ષે પરમાણુ પ્લાન્ટોએ લગભગ 56,681 મિલિયન  યુનિટ વીજળી ઉત્પન્ન કરી હતી , જે કુલ ઉર્જા ઉત્પાદનનો આશરે 3.1 ટકા હિસ્સો છે . 700 મેગાવોટ અને 1000 મેગાવોટ ક્ષમતા ધરાવતા નવા રિએક્ટરો  વિકાસ હેઠળ છે અને 2032 સુધીમાં કુલ ક્ષમતા 22.38 ગીગાવોટ સુધી પહોંચવાની સંભાવના છે .

5) લાંબા ગાળાના મિશન 
કેન્દ્ર સરકારે 2025-26ના બજેટમાં 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે . આ હેતુ માટે નાના મોડયુલર રીએક્ટર  (SMR ) વિકાસ માટે રૂપિયા 20,000 કરોડ આપવામાં આવ્યા . 2033 સુધીમાં ઓછામાં ઓછા પાંચ SMR રિએકટર કાર્યરત થવાની આશા રાખવામાં  આવે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  2. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  3. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  5. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  6. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  7. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  8. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  9. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  10. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »