એલન મસ્કની સેટેલાઇટ ઈન્ટરનેટ પ્રોવાઇડર કંપની Starlink હવે બાંગ્લાદેશથી સર્વિસ પુરી પાડશે
Photo Credit: Starlink
Starlink સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસ આપે છે
એલન મસ્કની સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા આપતી કંપની Starlink એ દક્ષિણ એશિયામાં પોતાની સેવાઓના વિસ્તરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે . બાંગ્લાદેશ સરકારે કંપનીને એવા પ્રકારની મંજૂરી આપી છે , જેના આધારે સ્ટારલિંક બાંગ્લાદેશ મારફતે નેપાળ અને ભૂટાન જેવા પાડોશી દેશોમાં અનફિલ્ટર્ડ IP ટ્રાન્ઝિટ સેવા પૂરી પાડી શકશે . સેટેલાઈટ ઈન્ટરનેટ ક્ષેત્રમાં આ પ્રકારની મંજૂરી મળવાનો આ પ્રથમ કિસ્સો માનવામાં આવે છે .
બાંગ્લાદેશના ડાક , ટેલિકોમ અને માહિતી પ્રૌધોગિકી મંત્રાલયની મંજૂરી બાદ " બાંગ્લાદેશ ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી કમિશન "( BTRC ) એ સ્ટારલિંકને આ સેવા માટે લીલી ઝંડી આપી છે . જોકે , આ અનફિલ્ટર્ડ ઈન્ટરનેટ સેવા બાંગ્લાદેશની અંદર ઉપયોમાં લઈ શકાશે નહીં . દેશના સ્થાનિક ગ્રાહકો માટે હાલના ઈન્ટરનેટ નિયમો અને ફિલ્ટરિંગ વ્યવસ્થા યથાવત રહેશે .
નવી વ્યવસ્થા મુજબ સ્ટારલિંક માત્ર નેપાળ અને ભૂટાન જેવા પાડોશી દેશોના ગ્રાહકોને જ આ અનફિલ્ટર્ડ IP ટ્રાન્ઝિટ સેવા આપી શકશે . આ સેવા બદલ કંપની બાંગ્લાદેશ સરકારને નિશ્ચિત કમિશન ચુકવશે , જેના કારણે સરકારને વધારાની આવક પણ મળશે .
નિષ્ણાંતોનું માનવું છે કે આ નિર્ણયથી બાંગ્લાદેશને રિજનલ ઈન્ટરનેટ અને ડેટા ટ્રાન્ઝિટ હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ મળશે . સાથે જ સ્થાનિક ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને સરહદ પાર ડેટા ટ્રાન્સમિશનમાં ભાગ લેવાની અને વિદેશી ચલણ મેળવવાની નવી તક પણ મળશે .
શરૂઆતના તબક્કામાં સ્ટારલિંક " Bangladesh Submarine Cables PLC " સાથે થયેલા કરાર હેઠળ જરૂરી બેન્ડવિડ્થ મેળવશે . જો આ કંપની સંપૂર્ણ ક્ષમતા મુજબ સેવા પૂરી નહીં પાડી શકે તો " Summit Communications Limited " અને " Fiber@Home Limited " પાસેથી પણ બેન્ડવિડ્થ મેળવવાની જોગવાઈ રાખવામાં આવી છે . આ મોડલથી બાંગ્લાદેશના હાલના ટેલિકોમ ઇન્ફ્રાસ્ટક્ચરનો ઉપયોગ કરીને ઈન્ટરનેટ સેવાઓનો નિકાસ માટે નવો માર્ગ ખુલશે .
સ્ટારલિંકને બાંગ્લાદેશમાં નોન - જીયોસ્ટેશનરી સેટેલાઇટ ઓર્બિટ આધારિત સેવા આપવા માટે 29 એપ્રિલ , 2025ના રોજ BTRC તરફથી લાઇસન્સ મળ્યું હતું અને તે જ વર્ષના ઓગસ્ટ મહિનાથી કંપનીએ વ્યવસાયિક કામગીરી શરૂ કરી હતી .
જાહેરાત
જાહેરાત
iPhone Air 2 Tipped to Feature Bigger Battery, Dual Rear Cameras