લીક થયેલા ડીલર સર્ક્યુલર અનુસાર Samsung ના કેટલાક Galaxy M , F અને A સિરીઝના સ્માર્ટફોનના ભાવમાં વધારો થયો છે
Photo Credit: Gadget 360
સેમસંગ ગેલેક્સી M17 5G ભારતમાં ઓક્ટોબર 2025માં લોન્ચ કરવામાં આવ્યો હતો .
અહેવાલો મુજબ ભારતમાં Samsung ના કેટલાક Galaxy સ્માર્ટફોનના ભાવમાં વધારો થયો છે .આ વધારો મુખ્યત્વે Galaxy M , F અને A સિરીઝના સ્માર્ટફોન પર લાગુ પડશે .લીક થયેલી માહિતી મુજબ મોડેલ અને સ્ટોરેજ આધારે કિંમતોમાં 500 થી લઈને 3000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે . આ અપડેટ કરેલી કિંમતો 5 માર્ચથી અમલમાં આવી હોવાનું જણાવાય છે અને હાલમાં સેમસંગની સત્તાવાર વેબસાઈટ પર પણ નવી કિંમતો દર્શાવામાં આવી રહી છે . આ માહિતી સૌથી પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X pr ટિપસ્ટર અભિષેક યાદવ દ્રારા શેર કરવામાં આવી હતી . તેમને જણાવ્યું હતું કે ડીલરો માટેનો એક પરિપત્ર લીક થયો છે . જેમાં પસંદગીના Galaxy સ્માર્ટફોન માટે સુધરેલી કિંમતોની વિગતો આપવામાં આવી છે .
એક અહેવાલ મુજબ Samsung Galaxy M36 અને Galaxy F36ના કેટલાક વેરિઅંટની કિંમતોમાં લગભગ રૂપિયા 1,500 સુધી વધારો થયો છે . Galaxy M36ના 8GB +128GB મોડેલની કિંમત હવે રૂપિયા 21,999 થઈ ગઈ છે જયારે 8GB +256GB વેરિઅંટ હવે રૂપિયા 25,999 માં મળી રહેશે . તેવી જ રીતે Samsung Galaxy F36ના 8GB +128GB મોડેલની કિંમત હવે રૂપિયા 21,999 થઇ છે અને 8GB +256GB વેરિઅંટ હવે રૂપિયા 25,999 માં મળી રહેશે.
અન્ય મોડેલમાં Galaxy M17 5G અને GalaxyF17 5G ની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે . Galaxy M17 5Gના 6GB +128GB મોડેલની કિંમત હવે રૂપિયા 16,499 થઇ ગઈ છે , જયારે 8GB +128GB મોડેલની કિંમત હવે રૂપિયા18,499 સુધી પહુંચી ગઈ છે . બીજી તરફ GalaxyF17 5Gના વિવિધ વેરિએન્ટમાં રૂપિયા 1000 સુધીનો વધારો જોવા મળ્યો છે .
આ ઉપરાંત Galaxy A17 5G માં સૌથી મોટો વધારો નોંધાયો હોવાનું કહેવાય છે . જ્યાં કેટલાક વેરિઅન્ટમાં રૂપિયા 3000 સુધીનો ભાવ વધારો થયો છે . Galaxy A06 5G ના કેટલાક મોડેલોની કિંમતોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે .
ગેજેટ્સ 360એ આ મુદ્દે સેમસંગનો પ્રતિભાવ મેળવવા માટે કંપનીનો સંપર્ક કર્યો છે . જોકે હજુ સુધી કંપની તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નથી અહેવાલોમાં એ પણ કહેવાય કે વધતા કોમ્પોનેન્ટ ખર્ચ અને સપ્લાય ચેઇન દબાણને કારણે સ્માર્ટફોન બજારમાં આવા ભાવ વધારો સામાન્ય રીતે જોવા મળે છે .
જાહેરાત
Silent Hill 2 Remake Has Surpassed 5 Million Copies Sold, Konami Announces