OnePlus 15, Nord 6 અને Pad 4 સસ્તા થશે , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડીલ્સ

ગ્રાહકોને OnePlus ની પ્રોડક્ટ લાઇનઅપ પર કિંમતમાં ઘટાડો અને અનેક લાભો મળશે

OnePlus 15, Nord 6 અને Pad 4 સસ્તા થશે , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડીલ્સ

Photo Credit: Gadgets 360

ભારતમાં OnePlus 15 ની લોન્ચ કિંમત રૂપિયા 72,999 રાખવામાં આવી હતી .

હાઇલાઇટ્સ
  • OnePlus એ પોતાના વિવિધ પ્રોડક્ટ્સ પર મળનારી ખાસ ઓફર્સની જાહેરાત કરી
  • OnePlus Pad 4 ને રૂપિયા 55,999 માં ખરીદી શકાશે
  • OnePlus Nord Buds 4 માત્ર રૂપિયા 3,099 ની અસરકારક કિંમતે મળશે
જાહેરાત

Amazon Prime Day 2026  સેલ પહેલા OnePlus એ પોતાના વિવિધ પ્રોડક્ટ્સ પર મળનારી ખાસ ઓફર્સની જાહેરાત કરી છે . ત્રણ દિવસીય આ સેલ 4 જુલાઈથી શરૂ થશે , જેમાં ગ્રાહકોને OnePlus ના સ્માર્ટફોન , ટેબ્લેટ અને ઓડિયો પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ , બેંક ઓફર , નો - કોસ્ટ EMI અને ફ્રી એસેસરીઝનો લાભ મળશે . કંપનીનું  કહેવું છે કે આ તમામ ઓફર્સ Amazon ઉપરાંત OnePlus ના અન્ય સત્તાવાર વેચાણ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ રહેશે .

સ્માર્ટફોન વિભાગમાં OnePlus 15 ને સૌથી મોટી ઓફર્સમાંથી એક મળશે . બેંક ડિસ્કાઉન્ટ બાદ તેની અસરકારક કિંમત રૂપિયા 81,999 રહેશે , જયારે OnePlus 15R પર કુલ રૂપિયા 6000 સુધીનો લાભ મળશે , જેમાં રૂપિયા 3000 નો સીધો ડિસ્કાઉન્ટ અને રૂપિયા 3000 સુધીની બેંક ઓફરનો સમાવેશ થાય છે . આ પછી તેની અસરકારક કિંમત રૂપિયાય 48,999 થશે . OnePlus 13s પણ 3000 ના બેંક ડિસ્કાઉન્ટ બાદ રૂપિયા 46,999 માં ઉપલબ્ધ બનશે . જયારે OnePlus 13ની અસરકારક કિંમત રૂપિયા 49,999 સુધી ઘટી જશે . પસંદગીના ફ્લેગશિપ મોડેલ્સ પર છ મહિના સુધી નો - કોસ્ટ EMI નો વિકલ્પ પણ મળશે .

OnePlus ની Nord સિરીઝ પર પણ ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . OnePlus Nord 6 ની અસરકારક કિંમત રૂપિયા 39,999 રહશે . જયારે Nord CE 6 અને Nord CE 6 Lite અનુક્રમે રૂપિયા 29,999 અને 22,999 માં ઉપલબ્ધ થશે . આ કિંમતોમાં બેંક ઓફરનો સમાવેશ થાય છે અને Nord સિરીઝ  પર પણ છ મહિના સુધી નો - કોસ્ટ EMI ની સુવિધા મળશે .

ટેબ્લેટ ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે OnePlus Pad 4 ને રૂપિયા 55,999 માં ખરીદી શકાશે . તેની સાથે રૂપિયા 5,499 કિંમતનો OnePlus Stylo Pro મફતમાં આપવામાં આવશે . આ ઉપરાંત OnePlus Pad Lite રૂપિયા 16,999 માં મળશે અને  તેની Stylo પણ ફ્રી આપવામાં આવશે .

ઓડિયો પ્રોડક્ટ્સમાં નવા લોન્ચ થયેલા OnePlus Nord Buds 4 માત્ર રૂપિયા 3,099 ની અસરકારક કિંમતે મળશે . આ ઉપરાંત OnePlus Bullets Wireless Z2 ANC, Nord Buds 3R , Nord Buds 4 Pro , Buds 4 અને Buds Pro 3 પર પણ ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે . કંપનીએ જણાવ્યું છે કે તમામ ઓફર્સ 4 જુલાઈથી Amazon , OnePlus India વેબસાઈટ  , OnePlus Store App , Experience Stores તેમજ પસંદગીના રિટેલ  સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. પાણીની કટોકટીનો અનોખો ઉકેલ , ઓસ્ટ્રેલિયાના જળાશયો પર લગાવવામાં આવી રહી છે ફ્લોટિંગ સોલાર પેનલ્સ
  2. Tata Sierra EVની એન્ટ્રી માટે તૈયાર પૂર્ણ , 75kWh બેટરી અને ડયુઅલ મોટર સાથે આપશે જોરદાર પરફોર્મન્સ
  3. Galaxy M47 5Gની ભારતમાં એન્ટ્રી , Snapdragon 6 Gen 3 અને 50MP કેમેરા સહિત અનેક પ્રીમિયમ ફીચર્સ
  4. OnePlus 15, Nord 6 અને Pad 4 સસ્તા થશે , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડીલ્સ
  5. Samsung Galaxy S25 Ultra ખરીદવાની સુવર્ણ તક , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
  6. AI , Dolby Atmos અને 4K ડિસ્પ્લે સાથે Sony BRAVIA 9 ll અને BRAVIA 7 ll ભારતમાં લોન્ચ , જાણો કિંમત અને ઓફર્સ
  7. સ્વદેશી GAGAN ટેક્નોલોજીથી IndiGo જેટનુ લેન્ડિંગ , એવિએશન ક્ષેત્રમાં ભારતની મોટી સિદ્ધિ
  8. 6500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવ્યો Infinix Note 60 Pro Pininfarina Edition
  9. આબોહવા પરિવર્તનની અસર AI ડેટા સેન્ટરો પર , નવી કુલિંગ ટેક્નોલોજી પર ભાર
  10. 52dB ANC અને 54 કલાક બેટરી સાથે આવ્યા OnePlus Nord Buds 4
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »