Haier એ ભારતમાં Haier HQLED P7 Pro સિરીઝ લોન્ચ કરી છે .
Photo Credit: Haier
Haier HQLED P7 Pro સિરીઝ AI સુવિધાઓ સાથે આવે છે .
Haier એ ભારતીય બજારમાં પોતાની નવી HQLED P7 Pro Smart TV સિરીઝ લોન્ચ કરી છે . કંપનીએ આ ટીવી લાઇનઅપને જુદા જુદા સ્ક્રીન સાઈઝમાં રજૂ કરી છે , જેમાં 43 ઇંચ , 50 ઇંચ , 55 ઇંચ , 65 ઇંચ અને 75 ઇંચના મોડેલો સામેલ છે . નવી સિરીઝ આધુનિક ડિસ્પ્લે ટેક્નોલોજી , AI ફીચર્સ અને ગેમિંગ સુવિધાઓ સાથે આવે છે , જે તેને મનોરંજન અને ગેમિંગ બંને માટે આકર્ષક વિકલ્પ બનાવે છે .
કિંમતની વાત કરીએ તો Haier HQLED P7 Pro સિરીઝના 43 ઇંચ મોડેલની કિંમત રૂપિયા 35,990 રાખવામાં આવી છે . 50 ઇંચ મોડેલ રૂપિયા 43,490માં , 65 ઇંચ મોડેલ 67,990માં અને સૌથી મોટા 75 ઇંચ મોડેલની કિંમત રૂપિયા 90,990 છે . કંપનીએ જણાવ્યું છે કે આ તમામ મોડેલો ભારતીય બજારમાં રિટેલ સ્ટોર્સ મારફતે ઉપલબ્ધ છે .
ફીચર્સની વાત કરીએ તો HQLED P7 Pro સિરીઝમાં HQLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 93 ટકા DCI-P3 કલર ગેમટ સપોર્ટ કરે છે . આ ટેક્નોલોજી વધુ રિયલ અને સારા કલર આપે છે . ટીવી HDR અને Dolby Vision સપોર્ટ સાથે આવે છે , જયારે 50 ઇંચ અને તેનાથી મોટા મોડેલો HDR10+ સપોર્ટ પણ આપે છે .
ઓડિયો અનુભવને વધુ સારો બનાવવા માટે કંપનીએ 50Wની 2.1 ચેનલ સ્પીકર સિસ્ટમ આપી છે , જેમાં બિલ્ટ - ઈન સબવૂફરનો પણ સમાવેશ થાય છે . આ ઉપરાંત Dolby Atmos અને Total Sonics Audio ટેક્નોલોજી પણ ઉપલબ્ધ છે , જે વધુ સારો સાઉન્ડ અનુભવ આપે છે .
સ્માર્ટ ફીચર્સ તરીકે આ ટીવી Google TV પર કાર્ય કરે છે અને Gemini AI ઇન્ટિગ્રેશન સાથે આવે છે . યુઝર્સ હેન્ડ્સ- ફ્રી વોઇસ કંટ્રોલનો ઉપયોગ કરીને સરળતાથી કન્ટેન્ટ શોધી શકે છે . ટીવીમાં 2GB RAM અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે .
કનેક્ટિવિટી માટે Wi-Fi , Bluetooth 5.1 , Miracast Screen Mirroring અને Bluetooth Speaker Mode જેવી સુવિધાઓ આપવામાં આવી છે . ગેમર્સ માટે 120Hz DLG, MEMC , VRR, ALLM અને Gaming Bar જેવા ફીચર્સ ઉપલબ્ધ છે . સાથે AI HDR Enhancer , AI Color Boost , AI Motion અને AI Noise Reduction જેવી AI આધારિત ટેક્નોલોજી પણ આપવામાં આવી છે . કંપની આ ટીવી સિરીઝ સાથે 3 વર્ષની વોરંટી પણ ઓફર કરે છે .
જાહેરાત
જાહેરાત