એમેઝોન સેલમાં ટેબ્લેટ્સ પર પણ હવે પ્રારંભિક ડિલ જાહેર કરાઈ છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 આવી રહ્યું છે તેની શરુઆત 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સેલમાં ટેબ્લેટ્સ પર પણ હવે પ્રારંભિક ડિલ જાહેર કરાઈ છે.

એમેઝોન સેલમાં ટેબ્લેટ્સ પર પણ હવે પ્રારંભિક ડિલ જાહેર કરાઈ છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025: પ્રાઇમ મેમ્બર્સને 24 કલાક વહેલા પ્રવેશ મળે છે

હાઇલાઇટ્સ
  • એમેઝોન પર સેમસંગ ગેલેક્સી ટેબ S9 રૂ. 35,999 માં
  • સેલનો લાભ એમેઝોનના પ્રાઇમ મેમ્બરને એક દિવસ અગાઉથી
  • iPad Air 3 રૂ. 50,000 થી ઓછા ભાવે મળશે
જાહેરાત

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 ની શરુઆત 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સેલમાં ટેબ્લેટ્સ પર પણ હવે પ્રારંભિક ડિલ જાહેર કરાઈ છે. OnePlus Pad 3, Samsung Galaxy Tab S9 અને Apple iPad 11 વગેરે ઘટાડેલા ભાવે ઉપલબ્ધ છે. આગામી સેલ દરમિયાન અગ્રણી બ્રાન્ડ્સના સ્માર્ટફોન, મોબાઇલ એસેસરીઝ, લેપટોપ, ટેબ્લેટ, હેડફોન અને ઓડિયો ડિવાઇસ સહિત અનેક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઘણા કિફાયતી ભાવે ખરીદી શકાશે. આ સેલનો લાભ એમેઝોનના પ્રાઇમ મેમ્બરને એક દિવસ અગાઉથી જ આપવામાં આવશે.જાણીતા ટેબ્લેટ્સ પર ભારે ડિસ્કાઉન્ટએમેઝોન પર સેલ શરૂ થાય તે પહેલા જ સેમસંગ ગેલેક્સી ટેબ S9 રૂ. 35,999 માં મળી રહ્યું છે રૂ. 81,999 થી નોંધપાત્ર રીતે ઓછી છે. Xiaomi Pad 7 પણ રૂ. 39,999 ને સ્થાને રૂ. 30,999 માં ખરીદી શકાશે. iPad Air 3 રૂ. 59,900 ને બદલે રૂ. 50,000 થી ઓછા ભાવે મળશે. જો કે, ચોક્કસ કિંમત જાહેર હજુ કરાઈ નથી.

વિવિધ બ્રાન્ડના ટેબ્લેટ્સના ભાવમાં ડિસ્કાઉન્ટ ઉપરાંત ગ્રાહક SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે વધારાની બચતનો લાભ લઈ શકે છે. Amazon Pay દ્વારા વધારાના કેશબેકનો લાભ પણ ઉપલબ્ધ છે. ICICI બેંક ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર પણ ખાસ ડિસ્કાઉન્ટ મળશે. એક્સચેન્જ ઓફર હેઠળ જૂના લેપટોપને બદલીને નવું લેવાનો લાભ પણ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે જ નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આમ, જેને ટેબ્લેટ્સ લેવાનું આયોજન હોય તેમને માટે આ ઓફર એક તક આપી રહી છે.

વિવિધ લેપટોપ પર ડિસ્કાઉન્ટ જોઈએ તો, OnePlus Pad 3ની કિંમત રૂ. 49,999 છે તે આ સેલમાં રૂ. 47,999માં ઉપલબ્ધ છે. Samsung Galaxy Tab S9 રૂ. 81,999ને સ્થાને રૂ. 35,999માં, Apple iPad 11 (A16 chip)રૂ. 34,900 ને બદલે રૂ. 33,999માં, Redmi Pad Pro 5G રૂ. 29,999 ને સ્થાને ડિસ્કાઉન્ટ પછી રૂ. 25,906માં લઈ શકાશે. Lenovo Tab M11 (પેન સાથે) રૂ. 31,000 ને બદલે રૂ. 13,990માં, Galaxy Tab S9 FE રૂ. 44,999ની કિંમતમાં આવે છે તે આ સેલ દરમ્યાન રૂ. 34,999માં મળશે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo X500 Pro Max માં મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને 144Hz ડિસ્પ્લે મળવાની સંભાવના
  2. Xiaomi 17T Geekbench પર જોવા મળ્યો , Dimensity 8500 ચિપ અને 12GB RAMની સંભાવના
  3. 200MP કેમેરા અને 7000mAh બેટરી સાથે આવી શકે Vivo X Fold 6, Xiaomi પણ તૈયાર
  4. દૂરના તારામંડળમાંથી આવેલ 3I /ATLAS માં ભારે પાણીની અનોખી શોધ
  5. હવે અજાણ્યા કોલ્સ ઓળખવા સરળ બનશે , BSNL લાવી રહ્યું છે નવી CNAP સેવા
  6. મલયાલમ ફિલ્મ પ્રતીચાયામાં વારસો બચાવવા પુત્રનો રાજકારણમાં પ્રવેશ 
  7. 4,500 પ્રકાશ વર્ષ દૂર મળેલા " Interstellar Ice " થી જીવનના રહસ્યો ખુલ્યા
  8. WhatsApp Android માટે લાવશે નોટિફિકેશન બબલ્સ , મલ્ટીટાસ્કિંગ થશે વધુ સરળ
  9. Jio યુઝર્સ માટે નવો ગેમિંગ પ્લાન : 2GB દૈનિક ડેટા સાથે સબ્સ્ક્રિપ્શન બંડલ
  10. WhatsApp પર Airtel , Jio અને Vi રિચાર્જ હવે સરળ , એપ છોડયા વગર કરો પેમેન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »