ટેલિકોમ કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાન 15 થી 20 ટકા સુધી મોંઘા કરી શકે છે
Jio અને Airtel ના ગ્રાહકો માટે મહિનાનો રિચાર્જ પ્લાન મોંઘુ થઈ શકે છે
દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓ Jio અને Airtelના કરોડો ગ્રાહકો માટે આગામી દિવસોમાં મોબાઈલ રિચાર્જનો ખર્ચ વધી શકે છે . મીડિયા રિપોર્ટ્સ અનુસાર , બંને કંપનીઓ પોતાના પ્રીપેડ પ્લાનની કિંમતોમાં અંદાજે 15 થી 20 ટકા સુધીનો વધારો કરવાની તૈયારીમાં છે . જો આ વધારો અમલમાં આવશે , તો દર મહિને રિચાર્જ કરાવતા ગ્રાહકોના ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે .
હાલમાં જ વિશ્વભરમાં આર્થિક મુશ્કેલી અને વધતી મોંઘવારીને કારણે સામાન્ય લોકો પહેલેથી જ વધારાના ખર્ચનો સામનો કરી રહ્યા છે . આવી સ્થિતિમાં મોબાઈલ સેવાઓ માટે વધુ રૂપિયા ચૂકવવા પડે તો તેની સીધી અસર ગ્રાહકોના માસિક બજેટ પર પડશે . ખાસ કરીને એવા યુઝર્સ માટે આ વધારો વધુ ભારરૂપ બની શકે છે , જેઓ દર મહિને નિયમિત પ્રીપેડ રિચાર્જ કરાવે છે .
Telecom Talk ના અહેવાલ મુજબ , Jio અને Airtel બંને પોતાના ટેરિફ પ્લાનમાં 15 થી 20 ટકા સુધીનો વધારો કરી શકે છે . જોકે , આ અંગે બંને કંપનીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી . તેથી હાલમાં આ માત્ર સંભાવના તરીકે જોવામાં આવી રહી છે .
છેલ્લા કેટલાક વર્ષોમાં ટેલિકોમ કંપનીઓ અનેક વખત પોતાના રિચાર્જ પ્લાનના દરોમાં વધારો કરી ચૂકી છે . બીજી તરફ સ્માર્ટફોનના વધતા ભાવ પણ ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યા છે . મેમરી ચિપ સહિતના હાર્ડવેર ખર્ચમાં થયેલા વધારાને કારણે નવા સ્માર્ટફોન ખરીદવા માટે પણ વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે . જો હવે રિચાર્જ પ્લાન પણ મોંઘા થશે , તો મોબાઈલ નો કુલ ખર્ચ વધુ વધી જશે .
મહત્વની વાત એ પણ છે કે સંભવિત ભાવવધારાની ચર્ચા એવા સમયે સામે આવી છે જયારે ઘણા યુઝર્સ હજુ પણ નેટવર્ક ક્વોલિટી , કોલ ડ્રોપ અને ધીમી ઈન્ટરનેટ સ્પીડ જેવી સમસ્યાઓ અંગે ફરિયાદ કરી રહ્યા છે , આવા સંજોગોમાં જો રિચાર્જ પ્લાનના દરોમાં વધારો થશે , તો ગ્રાહકોમાં અસંતોષ વધવાની શક્યતા છે . હવે સૌની નજર Jio અને Airtel ની સત્તાવાર જાહેરાત પર ટકેલી છે .
જાહેરાત
જાહેરાત
Cyberpunk 2077 Has Sold 40 Million Copies, CD Projekt Red Confirms
Nokia 235 4G (2026), 215 4G (2026) Launched Alongside Nokia 210 4G, and 200 4G With AI Assistant Button
Samsung Galaxy S27 Ultra Battery Details Leaked; Could Top iPhone 18 Pro Max's Battery Capacity