ઈમરજન્સી એલર્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર - ગુમ બાળકોની શોધથી લઈને ગુનેગારોને પકડવા સુધી મળશે મદદ

NDMA ના મોબાઈલ ફોન પ્રસારણમાં શરૂઆતની ચેતવણીમાં નવી સુવિધાનો સમાવેશ થયો છે

ઈમરજન્સી એલર્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર -  ગુમ બાળકોની શોધથી લઈને ગુનેગારોને પકડવા સુધી મળશે મદદ

Photo Credit: Pexels/Tima Miroshnichenko

મોબાઈલ એલર્ટ સિસ્ટમ લોકોને ચેતવણી આપે છે .

હાઇલાઇટ્સ
  • NDMA હવે તેની મોબાઈલ આધારિત શરૂઆતી ચેતવણી પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાની
  • મેસેજ તે વિસ્તારની આસપાસના લોકોના મોબાઈલ ફોન પર મોકલવામાં આવશે
  • હવે આ જ સિસ્ટમનો ઉપયોગ વધુ મહત્વના કામ માટે થવાનો
જાહેરાત

છેલ્લા કેટલાક સમયથી ઘણા સ્માર્ટફોન યુઝર્સને દિવસ હોય કે રાત , અચાનક જ ઈમરજન્સી એલર્ટ મેસેજ મળી રહ્યા છે . તમે પણ તમારા મોબાઈલ ફોન પર આવા મેસેજ જોયા હશે . આ એલર્ટ સામાન્ય રીતે જોરદાર અવાજ સાથે અને ફૂલ સ્ક્રીન નોટિફિકેશન રૂપે આવે છે . તેનો મુખ્ય હેતુ લોકોને હવામાનમાં થતા મોટા ફેરફાર , કુદરતી આફતો અને અન્ય ઈમરજન્સી પરિસ્થિતિઓ વિશે સમયસર ચેતવણી આપવાનો છે . કેટલાક લોકોને આ એલર્ટ અસુવિધાજનક લાગ્યા હતા , પરંતુ હવે આ જ સિસ્ટમનો ઉપયોગ વધુ મહત્વના કામ માટે થવાનો છે .

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એટલે કે NDMA હવે તેની મોબાઈલ આધારિત શરૂઆતી ચેતવણી પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં છે .  મીડિયા રિપોર્ટ મુજબ , હવે આ સિસ્ટમનો ઉપયોગ માત્ર હવામાન કે આપત્તિની જાણકારી આપવા પૂરતો નહીં રહે , પરંતુ ગુમ થયેલા લોકો શોધવા અને ગુનેગારોને પકડવામાં પણ મદદરૂપ બનશે . એટલે કે આવનારા સમયમાં તમારા ફોન પર આવી ચેતવણીઓ દ્રારા ગુમ થયેલા બાળક , વૃદ્ધ અથવા અન્ય વ્યક્તિ વિશેની માહિતી પણ મળી શકે છે .

રિપોર્ટ્સ અનુસાર , જો કોઈ વ્યક્તિ ગુમ થાય તો તેની ફોટો અને માહિતી ધરાવતો મેસેજ  તે વિસ્તારની આસપાસના લોકોના મોબાઈલ ફોન પર મોકલવામાં આવશે . આ મેસેજ ખાસ કરીને તે સ્થાનથી થોડા કિલોમીટરની અંદર રહેલા લોકોને મળશે . તેના કારણે ગુમ થયેલી વ્યક્તિ વિશેની માહિતી ખુબ ઝડપથી લોકો સુધી પહોંચી શકશે અને તેને શોધવામાં મદદ મળશે . ખાસ કરીને બાળકો અથવા વૃદ્ધ લોકો ગુમ થાય ત્યારે આવી સિસ્ટમ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે .

આ ઉપરાંત , જો કોઈ ખતરનાક ગુનેગાર , આંતકવાદી અથવા પોલીસ કસ્ટડીમાંથી ભાગેલો આરોપી હોય , તો તેની ફોટો અને માહિતી પણ મોબાઈલ એલર્ટ દ્રારા લોકોને મોકલવામાં આવશે . આથી લોકો સાવચેત રહેશે અને જો આવી વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરી શકાશે . આ સિસ્ટમ પોલીસને ગુનેગારોને ઝડપથી શોધવામાં અને પકડવામાં મોટી મદદ કરી શકે છે . જોકે , NDMA  આ નવી સુવિધાઓ ક્યારે શરૂ કરશે તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »