ઈન્ડિગો મુસાફરો માટે નવી સુવિધા , એરપોર્ટ ટ્રાન્સફર માટે કેબ સેવા લોન્ચ

હવે મુસાફરોને " કેબ્સ વિથ ઈન્ડિગો " સાથે કેબ બુકીંગ કરવી અને કૅન્સલ કરવાનો વિકલ્પ પણ મળશે

ઈન્ડિગો મુસાફરો માટે નવી સુવિધા , એરપોર્ટ ટ્રાન્સફર માટે કેબ સેવા લોન્ચ

Photo Credit: IndiGo

કેબ્સ વિથ ઈન્ડિગો સાથે રીઅલ - ટાઈમ ટ્રેકિંગ ઉપલબ્ધ છે .

હાઇલાઇટ્સ
  • ઇન્ડિગોએ મુસાફરો માટે નવી એરપોર્ટ કેબ સેવા શરૂ કરી
  • અંદાજિત ભાડું , મફત કૅન્સલેશન અને એરપોર્ટ પિક -અપ ડ્રોપ જેવી સુવિધાઓ મળશે
  • કેબ સેવા માત્ર રૂપિયા 49 થી શરૂ
જાહેરાત

ઇન્ડિગોએ તેની સેવા ઓફરમાં વધારો કરતાં નવી એરપોર્ટ કેબ સેવા શરૂ કરી છે . હવે મુસાફરો ઇન્ડિગોના પ્લેટફોર્મ દ્રારા સીધી કેબ બુક કરી શકશે , જેથી તેમની મુસાફરી વધુ સરળ અને અનુકૂળ બનશે . કંપનીએ આ સેવા માટે થર્ડ - પાર્ટી કેબ આપતી MojoBoxx સાથે ભગીદારી કરી છે , જેના કારણે મુસાફરોને રીઅલ - ટાઈમ કેબ ઉપલબ્ધતા અને અંદાજિત ભાડું જેવી સુવિધાઓ મળશે . એરપોર્ટથી શહેર અને શહેરથી એરપોર્ટ બંને દિશામાં કેબ બુકીંગ ઉપલબ્ધ રહેશે , જે ઈન્ડિગો મુસાફરો માટે કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે .

ઈન્ડિગો કેબ્સ કેવી રીતે બુક કરવી 

  • ઇન્ડિગોની કેબ સેવા તેની સત્તાવાર વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન દ્રારા બુક કરી શકાય છે . 
  • મુસાફરોએ સૌપ્રથમ ઇન્ડિગોની વેબસાઈટ અથવા એપમાં જઈ " બુકિંગ વિજેટ " ખોલવું પડશે .
  • ત્યારબાદ " Book a Cab " વિકલ્પ પસંદ કરીને " એરપોર્ટ અને ડ્રોપ ઓફ સ્થાન " દાખલ કરવાનું રહેશે .
  • સાથે પિક- અપની " તારીખ અને સમય " પણ પસંદ કરવો પડશે .
  • " Search " પર ક્લિક કર્યા બાદ ઉપલબ્ધ કેબ્સની લિસ્ટ સ્ક્રીન પર દેખાશે .
  • પસંદગીની કાર સેવા પસંદ કર્યા પછી મુસાફરો " રીવ્યુ પેજ " પર જશે .
  • હવે અહીં " પ્રથમ નામ , અટક , ઈમેઈલ સરનામું અને ફોન નંબર " જેવી જરૂરી વિગતો ભરવાની રહેશે .
  • વિગતો પૂર્ણ થયા બાદ મુસાફરોને " કેબ ડ્રાઈવર સંબંધિત માહિતી " આપવામાં આવશે .
  • ત્યારબાદ " Continue " પર ક્લિક કરતાં મુસાફરો " પેમેન્ટ પેજ " પર પહોંચશે .
  • પેમેન્ટ પૂર્ણ થયા બાદ " બુકીંગ કન્ફર્મેશન  ઈમેઈલ " મોકલવામાં આવશે .

ઈન્ડિગો એરપોર્ટ કેબની સુવિધાઓ 

  • કેબ સેવા માત્ર રૂપિયા 49 થી શરૂ થતી હોવાનું કંપનીએ જણાવ્યું છે .
  • કંપની 100 ટકા ગેરંટીવાળી એરપોર્ટ પિક-અપ અને ડ્રોપ - ઓફ  સેવા આપવાનો દાવો કરે છે .
  • અન્ય ઘણી કેબ સેવાઓની જેમ અહીં સર્જ પ્રાઇસિંગ લાગુ નહીં પડે .
  • મુસાફરોને રીઅલ ટાઈમ કેબ ટ્રેકિંગની સુવિધા મળશે .
  • કંપની વિશ્વસનીય અને ચકાસાયેલ ડ્રાઈવરો  ઉપલબ્ધ કરાશે .
  • મુસાફરો પિકઅપ પહેલા કોઈપણ સમયે મફતમાં કેબ રદ કરી શકશે .
  • ઉપરાંત મુસાફરોને 30 મિનિટનો મફત વેઇટિંગ ટાઈમ પણ આપવામાં આવશે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »