Android

Android - ख़बरें

  • Primebook 2 Neo ભારતીય બજારમાં આવવા સજ્જ
    Primebook 2 Neo માં મીડિયાટેક હેલિયો G99 પ્રોસેસર સાથે તેમાં 6GB રેમ આપવામાં આવી છે. તેમાં માઇક્રો એસડી કાર્ડ દ્વારા 512GB સુધી એક્સપાન્ડેબલ સ્ટોરેજ પણ મેળવી શકાશે. પ્રાઇમબુક 2 નિયો android 15 આધારિત primeOS 3.0 પર ચાલશે. આ એક 4G લેપટોપ રહેશે અને તે ખાસ કરીને સ્ટૂડન્ટ, યુવા શીખનારા માટે બનાવવામાં આવ્યું છે. તે એમેઝોન, ફ્લિપકાટ તેમજ Primebook કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકાશે
  • Moto G86 Power 3૦ જુલાઈએ ભારતમાં લોન્ચ કરાશે
    મોટોરોલા કંપની દ્વારા તેનો નવો સ્માર્ટફોન Moto G86 Power ૩૦ જુલાઈએ ભારતમાં લોન્ચ કરાશે. બુધવારે કંપનીએ તેના લોન્ચ, ફીચર્સ તેમજ તેની કિંમત વિશે માહિતી જાહેર કરી હતી. આ પ્રમાણે આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ચિપસેટ આપવામાં આવી છે અને તે Android 15 પર ચાલશે.
  • ભારતમાં ફ્લિપકાર્ટ અને વીવો ઇન્ડિયાના ઈ સ્ટોર અને પસંદગીના ઓફલાઈન રિટેઇલ સ્ટોરમાં મળશે
    Vivo T4 Lite 5Gમાં 256GBના ઓનબોર્ડ સ્ટોરેજ ક્ષમતા અને 2TB સુધીની એક્સપાન્ડેબલ સ્ટોરેજ સુવિધા માટે microSD card ફિટ કારાયું છે. Vivo T4 Lite 5G Android 15-based FuntouchOS 15 ઓપરેટિંગ સિસ્ટમ છે જેના કારણે આ ફોન વપરાશકારને AI પાવર્ડ સ્માર્ટ ફીચર અને સારું એનિમેશન પાવર આપે છે.
  • 1.5mm સાઇડ બેઝલ્સ અને ગ્લાસ બેક પેનલ સાથે 2K ડિસ્પ્લે સાથે લોન્ચ થશે iQOO Neo 10 Pro+
    iQOO માં નવો ઉમેરો iQOO Neo 10 Pro+ થશે ટૂંક સમયમાં લોન્ચ. iQOO Neo 10 Pro+ નું હેન્ડસેટ LPDDR5x અલ્ટ્રા RAM અને UFS 4.1 સ્ટોરેજ સાથે લોન્ચ થશે. નો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ જોવા મળશે. ફોનમાં 6.82-ઇંચ ફ્લેટ OLED સ્ક્રીન જોવા મળી શકે છે એ સાથે તેમાં પાછળના ભાગમાં બે 50-મેગાપિક્સલ કેમેરા એ સાથે 120W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ મળી રહેશે. ફોનમાં થર્મલ મેનેજમેન્ટ અને હીટ ડિસીપેશન માટે તેનો સૌથી મોટો 7K “આઈસ વોલ્ટ” વેપર કૂલિંગ ચેમ્બર મળી રહેશે એ સાથે હેન્ડસેટમાં 16GB સુધીની RAM મળી રહેશે જે Android 15-આધારિત રહેશે.
  • MediaTek Dimensity 7300 Pro ચિપસેટ સાથે બજારમાં આવ્યો CMF Phone 2 Pro
    CMF Phone 2 Proને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. હેન્ડસેટ MediaTek Dimensity 7300 Pro ચિપસેટ દ્વારા સંચાલિત છે.
  • OnePlus 13ના આગામી મોડલના ભાગ રૂપે લોન્ચ કરવામાં આવ્યો OnePlus 13
    OnePlusનો નવો હેન્ડસેટ OnePlus 13T ચીનના માર્કેટમાં લૉન્ચ થયો છે. હેન્ડસેટને OnePlus 13 શ્રેણીના ભાગ રૂપે રજૂ કરવામાં આવ્યો હતો. OnePlus 13T ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ છે. સાથે જ ફોનમાં એક નવી સુવિધા પણ આપવામાં આવી છે.
  • Samsung નો લેટેસ્ટ Samsung Galaxy S25 Ultra બજારમાં વેચાણ માટે તૈયાર, Galaxy ચિપ સાથે મળશે કસ્ટમ સ્નેપડ્રેગન 8 Eliteનો સપોર્ટ
    કોરિયન ટેક કંપની સેમસંગે લોન્ચ કર્યો Galaxy S25 Ultra સ્માર્ટ ફોન. મસમોટી ડિસ્કાઉન્ટ અને એક્સ્ચેન્જ ઓફર આપી સેમસંગે. Galaxy ચિપ, કસ્ટમ સ્નેપડ્રેગન 8 Eliteના સપોર્ટ સાથે લોન્ચ થયો Samsung Galaxy S25 Ultra સ્માર્ટ ફોન 200 MPનો મુખ્ય કૅમેરો, 50 MPનો અલ્ટ્રાવાઇડ, 50 અને 10 MPનો ટેલિફોટો કૅમેરો આપ્યો છે. સાથે જ ફ્રન્ટમાં સુપર સેલ્ફી માટે 12 MPનો કેમેરો આપ્યો છે. હેડસેટ 45W વાયર્ડ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ અને 5,000mAhના બેટરી બેકઅપ સાથે આવશે. ફોનમાં 6.9-ઇંચ ડાયનેમિક AMOLED 2X સ્ક્રીનના 120Hz રિફ્રેશ રેટ જોવા મળશે.
  • Realme Narzo 80 સિરીઝ પ્રિ ઓફર સાથે કરાયો લોન્ચ, ઓનલાઈન વેબસાઇટ પર વેચાણ શરૂ
    Realme Narzo 80 સિરીઝનાફોન થયા લોન્ચ. જેમાં 80W વાયર્ડ 65W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,000mAh બેટરી બેકઅપ મળશે. જેમાં અલગ અલગ સેન્સરના સપોર્ટ સાથે મળશે હાઈ MPનો કેમેરો. જેમાં ગેમિંગ માટે સુપરકૂલ સિસ્ટમ પણ આપવામાં આવી છે
  • ઑનર 400 Lite હવે ઉપલબ્ધ છે – ખાસ છે કેમેરા અને બેટરી
    ઑનર 400 Lite હવે વૈશ્વિક માર્કેટમાં લોન્ચ થયું છે. તેમાં ડાયમેન્સિટી 7025 Ultra ચિપસેટ, 108MP રિયર કેમેરા અને એન્ડ્રોઇડ 15 આધારિત MagicOS 9.0 આપવામાં આવ્યું છે. 6.7 ઇંચની AMOLED ડિસ્પ્લે અને 5,230mAh બેટરી પણ તેનું ખાસ ફીચર છે. ઑનર 400 Lite IP65 રેટિંગ અને in-display ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે આવે છે. તેની શરૂઆતિક કિંમત લગભગ ₹25,000 છે.
  • સેમસંગ ગેલેક્સી Tab S10 FE+, નવીન AI ફીચર્સ અને 5G સપોર્ટ સાથે
    સેમસંગ ગેલેક્સી Tab S10 FE અને Tab S10 FE+ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. બંને ટેબ્લેટ એક્સિનોસ 1580 SoC પર કામ કરે છે અને એન્ડ્રોઇડ 15 આધારિત One UI 7 પર ચાલે છે. 13MP રીઅર કેમેરા, 12MP સેલ્ફી કેમેરા, અને S પેન સપોર્ટ જેવી ખાસિયતો ધરાવે છે. Tab S10 FE 8,000mAh બેટરી અને ટેબ S10 FE+ 10,090mAh બેટરી સાથે આવે છે. આમાં AI આધારિત સર્કલ to સર્ચ , ઓબ્જેક્ટ ઇરેઝર અને મેથ સોલ્વર જેવા ટૂલ્સ છે.
  • મોટોરોલા એજ 60 ફ્યુઝન: સ્ટાઈલ અને પરફોર્મન્સનું પરફેક્ટ કોમ્બો 
    મોટોરોલા એજ 60 ફ્યુઝન એક પાવરફુલ મિડ-રેઝ સ્માર્ટફોન છે, જે 6.7-ઇંચ pOLED ડિસ્પ્લે, ડાયમેન્સિટી 7400 SoC, 12GB સુધી RAM, 256GB સ્ટોરેજ, 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ, 32MP સેલ્ફી કેમેરા, અને 5,500mAh બેટરી સાથે આવે છે. 68W ફાસ્ટ ચાર્જિંગ, IP68/IP69 વોટર અને ડસ્ટ રેસિસ્ટન્ટ બિલ્ડ, અને MIL-810H ટફનેસ સર્ટિફિકેશન તેને વધુ મજબૂત અને પ્રીમિયમ બનાવે છે. ફોન એન્ડ્રોઈડ 15 આધારિત હેલો UI સાથે આવે છે અને ફ્લિપકાર્ટ તથા મોટોરોલા ઇંડિયા વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. 
  • વિવો V50 Lite 5G મોટું સ્ટોરેજ, મોટી બેટરી અને ઝડપી ચાર્જિંગ સાથે
    વિવો V50 Lite 5G વૈશ્વિક બજારમાં લોન્ચ થઈ ગયું છે. આ સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેન્સિટી 6300 SoC, 6,500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. 50MP + 8MP ડ્યુઅલ રિયર કેમેરા અને 32MP સેલ્ફી કેમેરા પણ આપવામાં આવ્યો છે. 120Hz રિફ્રેશ રેટ સાથે 6.77-ઇંચ FHD+ pOLED ડિસ્પ્લે અને Android 15 આધારિત FuntouchOS 15 પણ છે. વિવો V50 Lite 5G માટે EUR 399 (આશરે ₹37,200) કિંમત રાખવામાં આવી છે
  • લેનોવો આઇડિયા ટૅબ પ્રો હવે ભારતમાં ઉપલબ્ધ, જાણો તેની વિશેષતાઓ!
    લેનોવો આઇડિયા ટૅબ પ્રો ભારતમાં લોન્ચ થયું છે. આ ટૅબલેટ 12.7 ઈંચની 3K LTPS LCD સ્ક્રીન અને 144Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તેમાં JBLના ચાર સ્પીકર્સ Dolby Atmos સપોર્ટ સાથે છે. મજબૂત પ્રદર્શન માટે, આ ટૅબલેટ 4nm મીડિએટેક ડાયમેન્સિટી 8300 પ્રોસેસર અને 12GB રેમ સાથે સજ્જ છે. 10,200mAh બેટરી 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. લેનોવો સ્માર્ટ કંટ્રોલ ફીચરથી તમે તમારા પીસી અને ફોન સાથે સરળતાથી કનેક્ટ કરી શકો છો. આ ટૅબલેટ લુના ગ્રે કલરમાં ઉપલબ્ધ છે.
  • સિમ્પલ OneS ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ! વધુ રેન્જ અને ઝડપ સાથે નવા વિકલ્પોની જાણ કરો
    સિમ્પલ એનર્જી એ સિમ્પલ OneS ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં લોન્ચ કર્યું. 181 KM IDC રેન્જ અને 105 kmph ટોપ સ્પીડ સાથે, આ સ્કૂટર 8.5 kW PMSM મોટર અને 3.7kWh બેટરી પેક સાથે આવે છે. કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) સાથે વધુ સેફ્ટી મળે છે. સ્કૂટર ચાર કલર્સમાં ઉપલબ્ધ છે અને 1,39,999 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે વેચાશે. Android અને iOS માટેની એપથી રિમોટ એક્સેસ, OTA અપડેટ્સ અને અન્ય ફીચર્સ મળે છે.
  • સેમસંગ ગેલેક્સી F16 5G ભારતમાં! તદ્દન નવા ફીચર્સ સાથે લોન્ચ
    સેમસંગ એ ભારતમાં તેનું નવું ગેલેક્સી F16 5G સ્માર્ટફોન લોન્ચ કર્યું છે. આ ફોનમાં 6.7-ઈંચની sAMOLED ડિસ્પ્લે, મીડિયાટેક ડાયમેન્સિટી 6300 SoC, 5000mAh બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ છે. 50MP પ્રાઈમરી કેમેરા, 5MP અલ્ટ્રાવાઈડ અને 2MP મેક્રો સેન્સર સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. 13MP સેલ્ફી કેમેરા સાથે, આ ફોન એન્ડ્રોઇડ 15 આધારિત One UI 7 પર ચાલે છે. 6 વર્ષ સુધી OS અને સિક્યોરિટી અપડેટ્સ મળશે.
જાહેરાત
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »