Samsungની Galaxy S26 સિરીઝમાં મોટો ધમાકો! 200MP Ultra કેમેરા, AI પ્રાઇવસી, M14 Quad HD ડિસ્પ્લે અને Elite Gen 5 પાવર
Samsung Galaxy S26 Series વિશેની નવી લીક્સે ટેક વર્લ્ડમાં ભારે ચર્ચા જગાવી છે. આ વખતે Samsung તેના Ultra મોડેલમાં 200MP અપગ્રેડેડ મુખ્ય કેમેરા, સુધારેલ Ultra-wide લેન્સ અને 5X ટેલિફોટો સેન્સર સાથે ક્રાંતિકારી સુધારા લાવી રહ્યું હોવાનું માનવામાં આવે છે. 6.9-ઇંચ M14 OLED Quad HD ડિસ્પ્લે અને AI આધારિત પ્રાઇવસી ફીચર્સ સાથેનું Ultra મોડેલ વધુ શક્તિશાળી બને છે. પ્રોસેસર તરીકે Samsung આ સિરીઝમાં ક્ષેત્ર મુજબ Exynos 2600 અથવા Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ પ્રદાન કરશે, જ્યારે 5,400mAhની મોટી બેટરી લાંબા સમય સુધી સફળ પર્ફોર્મન્સ આપશે.S26 અને S26+ મોડેલો પણ 6.3-ઇંચ અને 6.7-ઇંચ Quad HD M14 OLED ડિસ્પ્લે સાથે આવશે. ત્રણેય સેટમાં મજબૂત અપગ્રેડેડ 50MP મુખ્ય લેન્સ, Ultra-wide અને 3X ટેલિફોટો સેન્સર મળશે, જે ફોટોગ્રાફીના તમામ એંગલમાં સુધારો લાવે છે.આ વચ્ચે Edge વર્ઝનને રદ કરાયાની માહિતી વચ્ચે Samsung એક નવું, વધુ પાતળું 6.6-ઇંચ Quad HD M14 OLED મોડેલ લાવવાનો વિચાર કરી રહ્યું છે, જેમાં 50MP × 3 કેમેરા સેટઅપ, Exynos 2600 ચિપસેટ અને 4,300mAh બેટરી જોવા મળશે