વોડાફોન આઈડિયા ( Vi )એ તેના પ્રીપેડ ગ્રાહકો માટે રૂપિયા 200નું Vi Movies & TV પેક રજૂ કર્યું છે . આ પ્લાન એવા યુઝર્સને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યો છે , જેઓ એક જ રિચાર્જમાં ઈન્ટરનેટ અને અનેક OTT પ્લેટફોર્મ્સ ઇચ્છતા હોય .
ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટી ઝડપથી વધી રહી છે . હવે દેશના લગભગ 99.9% જિલ્લાઓમાં 5G નેટવર્ક ઉપલબ્ધ બન્યું છે . એટલે કે મોટાભાગના લોકો હાઈ - સ્પીડ ઇન્ટરનેટનો લાભ લઈ શકે છે . સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રીના જણાવ્યા અનુસાર 31 માર્ચ , 2023 સુધી દેશમાં 1,40,623 5G બેઝ ટ્રાન્સસીવર સ્ટેશન ( BTS ) હતા .
TRAI, Meta અને Google મળીને એવી નવી વ્યવસ્થા પર કામ કરી રહ્યા છે , જેમાં WhatsApp અને Google Dialer પર કરવામાં આવેલી સ્પામ ફરિયાદો સીધી ટેલિકોમ કંપનીઓ અને TRAI સુધી પહોંચશે . આથી સ્પામ કરનારા નંબર સામે ઝડપથી કાર્યવાહી થઈ શકશે .
Truecaller એ 1400 અને 1600 નંબર સિરીઝ માટે સ્પામ માહિતી દર્શાવવા પર લાગેલી મર્યાદાને લઈને TRAI સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે . કંપનીનો દાવો છે કે હાલની નીતિના કારણે સ્પામ કોલ્સ વધી રહ્યા છે અને ગ્રાહકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે .
Reliance Jio એ માત્ર રૂપિયા 55માં નવું JioTV Pro Pack રજૂ કર્યું છે . આ પ્લાનમાં 30 દિવસ સુધી 1,000થી વધુ Live TV ચેનલ્સ અને 150થી વધુ પ્રીમિયમ ચેનલ્સનો ઍક્સેસ મળે છે , જોકે તેમાં કોલિંગ અને ડેટા જેવી ટેલિકોમ સેવાઓ સામેલ નથી .
એલન મસ્કની સ્ટારલિંકને બાંગ્લાદેશ મારફતે નેપાળ અને ભૂટાનમાં અનફિલ્ટર્ડ IP ટ્રાન્ઝિટ સેવા આપવાની મંજૂરી મળી છે . આ પગલાંથી બાંગ્લાદેશને રિજનલ ઈન્ટરનેટ અને દેતા ટ્રાન્ઝિટ હબ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ માનવામાં આવી રહી છે .
Jio અને Airtel ના કરોડો ગ્રાહકોને ટૂંક સમયમાં વધુ મોંઘા મોબાઈલ રિચાર્જનો સામનો કરવો પડી શકે છે . મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને ટેલિકોમ કંપનીઓ પોતાના પ્રીપેડ પ્લાનની કિંમતોમાં 15 થી 20 ટકા સુધી વધારો કરી શકે છે , જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી .
જિયો અને એરટેલના વધેલા રિચાર્જ દરો વચ્ચે Vi નો રૂપિયા 202 નો પ્લાન ગ્રાહકો માટે કિફાયતી વિકલ્પ બની રહ્યો છે . આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી સાથે 5GB ડેટા , 17OTT એપ્સ અને 350થી વધુ ટીવી ચેનલોની ઍક્સેસ મળે છે .
TRAI મે મહિનાના આંકડા મુજબ દેશમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા વધીને 1.343 અબજ થઈ છે . નવા ગ્રાહકો ઉમેરવામાં એરટેલ પહેલા સ્થાને રહી , જયારે જિયોએ પણ લાખો નવા યુઝર્સ જોડ્યા . આ સાથે TRAI ના સસ્તા વૉઇસ અને SMS પ્લાનના પ્રસ્તાવનો ટેલિકોમ કંપનીઓએ વિરોધ કર્યો છે .
Airtel Thanks App પર Airtel ગ્રાહકો માટે EazyDiner Prime એ EazyDiner Prime ના મફત સબ્સ્ક્રિપ્શન જોવા મળી રહ્યા છે . આ ઓફર દ્રારા યુઝર્સને લગભગ રૂપિયા 3,800 જેટલા લાભ મળી શકે છે
RIL એ AGM 2026 દરમિયાન JioHotstar માટે JAMS , AI Snapshot, Content Commerce અને Multiview જેવી નવી AI આધારિત સુવિધાઓની જાહેરાત કરી છે . આ ફીચર્સ કન્ટેન્ટ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવશે અને યુઝર્સને વધુ વ્યક્તિગત તથા ઇન્ટરેક્ટિવ મનોરંજન અનુભવ આપશે . કંપનીએ જણાવ્યું કે JioHotstarના દર મહિને 451 મિલિયનથી વધુ સક્રિય યુઝર્સ છે .
ભારત સરકારે તાજેતરમાં શરૂ કરેલી સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ ( CBS ) ને અસ્થાયી રીતે સ્થગિત કરી છે . NDMA ના આદેશ મુજબ , 12 જૂનથી સેવા આગામી સૂચના સુધી બંધ રહેશે .
રિલાયન્સ જિયોના રૂપિયા 3,599 અને રૂપિયા 3,999 ના વાર્ષિક પ્રીપેડ પ્લાન 365 દિવસની વેલિડિટી , દરરોજ 2.5ગંબ ડેટા , અનલિમિટેડ કોલિંગ અને 100 SMSનો લાભ આપે છે સાથે JioHotstar , Google Gemini AI Pro, JioTV અને JioCloud જેવી સેવાઓ પણ આ પ્લાનમાં ઉપલબ્ધ છે .
ભારતમાં સ્ટારલિંકની સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા શરૂ થવામાં વધુ વિલંબ થઈ શકે છે . સુરક્ષા એજન્સીઓએ મધ્ય પૂર્વમાં સ્ટારલિંક ટર્મિનલના ઉપયોગ અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને અંતિમ મંજૂરી અટકાવી છે . બીજી તરફ BSNL અને સ્ટારલિંક વચ્ચે સંભવિત ભાગીદારી અંગે ચર્ચાઓ ચાલી રહી છે , પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર કરાર થયો નથી .